________________
૧૬ : ષડ્રદર્શન સુબાધિકા
પન્ના દશ છે. તે આ પ્રમાણે (૧) ચતુર શરણ, (૨) આતુર પ્રત્યાખ્યાન, (૩) ભક્ત પરિજ્ઞા, (૪) સંસ્તારક, (૫) તંદુલ વૈચારિક, (૬) ગણુવિઘા, (૭) મહાપ્રત્યાખ્યાન, (૮) ગચ્છાચાર, (૯) દેવેન્દ્રસ્તવ, (૧૦) મરણ સમાધિ.
છેદ સૂત્ર ૬ છે. તે આ પ્રમાણે-(૧) નિશીથ, (૨) બૃહતકલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જિતક૯૫, (૬) મહાનિશીથ.
(આચારાંગ આદિ સૂત્રે સંયમ પર્યાયની અપેક્ષાએ અપાય છે. જ્યારે છેદગ્રંથે સંયમપર્યાય અને વ્યક્તિની રેગ્યતા એ બનેની અપેક્ષાએ અપાય છે. છેદ=કટી. કર્સટી કરીને જે ગ્રંથે ભણવાય તે છેદગ્રંથ.)
જેના પાઠો સંક્ષિપ્તરૂપે તત્વનું પ્રતિપાદન કરનારા હેય તેમજ અધ્યાહારપણે તથા અનુવૃત્તિના પાયા ઉપર અર્થને જણાવનારાં હોય તે ગ્રંથને સૂત્રરૂપે મૂળરૂપે ગણવામાં આવે છે.
તેવાં સૂત્રે ચાર છે. (૧) આવશ્યક, (૨) ઉત્તરાધ્યયન, (૩) દશવૈકાલિક અને (૪) ઓઘ નિયુક્તિ. - આ ઉપરાંત બે ગ્રંથ છે. (૧) નંદીસૂત્ર અને (૨) અનુયોગ દ્વારા - આ બે ગ્રંથે માત્ર પ્રવેશની સુગમતા માટે અલગ રાખવામાં આવેલ છે.
આ પ્રમાણે ૪૫ આગમ ગ્રંથ છે. તેમાં–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org