SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ષડ્રદર્શન સુબાધિકા : ૧૫ વર્ષ સુધી તેનું વર્ણન લખ્યા જ કરે છતાંય તરણ તારણહારથી આગમનું સંપૂર્ણ વર્ણન તે કરી શકે નહિ. આગમ ગણધરાદિ છઘસ્થ આત્માઓએ લખેલ હોવા છતાં પ્રભુએ તે રચનાને “સત્યતાની પ્રસિદ્ધિ આપેલ છે, તેથી આ આગામે સર્વજ્ઞ કથિત કહેવાય છે. અતિ ભયાનક અંધકારમાં જેમ દીપક માર્ગને પ્રકાશક છે. તેમ અજ્ઞાનરૂપ અતિભયંકર અંધકારમાં અટવાતા જીવેને પર માત્માનાં પાપ-પ્રણાશક પ્રવચને આગમ એ દીપક સમાન છે. આ આગમોનું સામાન્ય વર્ણન પણ પરમ મંગલનું પ્રદાન કરવા સમર્થ છે. વર્તમાનમાં આગમરૂપે ૪૫ સૂત્ર ગણાય છે. તેનું સામાન્ય સ્વરૂપ નીચે મુજબ છે. અંગ અગિયાર છે. તે આ પ્રમાણે (૧) આચારાંગ, (૨) સુયગડાંગ, (૩) ઠાણુગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતીજી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ), (૬) જ્ઞાતા ધર્મકથા, (૭) ઉપાશક દશા, (૮) અન્નકૃત દશા, (૯) અનુત્તરોપપાતિક દશા, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર. ઉપાંગ બાર છે. તે આ પ્રમાણે (૧) પપાતિક, (૨) રાજ પ્રશ્નીય, (૩) જીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) સૂર્ય પ્રજ્ઞપ્તિ, (૬) ચન્દ્ર પ્રજ્ઞપ્તિ, (૭) જંબૂદીપ પ્રજ્ઞપ્તિ, (૮) નિશ્યાવલિકા, ૯) કલ્પાવસંતિકા, (૧૦) પુપિકા, (૧૧) પુષ્પચૂલિકા, (૧૨) વૃ@િદશા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy