________________
ષડ્રદર્શન સુબેધિકા : ૧૭ આચારાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધે છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૯ અધ્યયન અને બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે. આચારાંગનું ગ્રંથાગ ૨પરપ, સૂત્ર ૪૦૨, ગાથા ૧૪૭, નિયુક્તિ ૩૬૭, ચૂણિ ૮૩૦૦ અને વૃત્તિ ૧૨૦૦૦ શ્લેક પ્રમાણ પ્રાપ્ત થાય છે.
સૂત્રકૃતાંગમાં બે શ્રુતસ્કંધ છે, ૨૩ અધ્યયન છે, સૂત્ર ૮૨ છે, ગાથા ૭૨૩ છે, નિર્યુક્તિ ગાથા ૨૦૫ અને ટીકા દશ હજાર લેક પ્રમાણ છે.
સ્થાનાંગસૂત્રમાં એક શ્રુતસ્કંધ, સૂત્ર ૭૮૩, અને ૧૬૯ ગાથા ઉપર ટીકા છે.
સમવાયાંગમાં ૧૬૦ સૂત્ર, ૧૬૮ ગાથાઓ અને વૃત્તિ ૩૫૭૪ લેક પ્રમાણ છે.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિઃ–આનું બીજું નામ ભગવતી અથવા વિવાહ પન્નત્તિ કહેવાય છે. આ સૂત્રની રચના શ્રી ગૌતમસ્વામિજી મહારાજાએ કરેલ છે. શેષ અંગેની રચના શ્રી સુધર્માસ્વામિજી ભગવંતે કરેલ છે. આ સૂત્રમાં એક શ્રુતસ્કંધ, ૪૨ શતકે, અન્તરશતક અને ઉદ્દેશાઓ છે. ૮૬૯ સૂત્રે, ૧૭૪ ગાથાઓ છે. મૂળ ગ્રંથાગ્ર સેળ હજાર, અને ટીકા એગણીશ હજાર ક પ્રમાણ છે. “સવાલખી ભગવતીજી આવો પ્રઘાષ પણ સંભળાય છે.
જ્ઞાતાધર્મકથામાં બે શ્રુતસ્કંધ છે. (૧) જ્ઞાતા શ્રુતસ્કંધ (૨) ધર્મકથા શ્રુતસ્કંધ, પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૯ અને બીજામાં ૧૦ વર્ગ છે. સૂત્ર ૧૬૬, ગાથા ૪૬ અને ટીકા ૩૮૦૦ લેક પ્રમાણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org