________________
ષડ્રદર્શન સુબેધિકા: ૨૨૩ સંબંધ તે અનાદિ અને અનંત છે. સમવાય સંબંધ નિત્ય છે અને અતીન્દ્રિય હોય છે. આથી પ્રત્યક્ષ દ્વારા સમવાય સંબંધનું જ્ઞાન થઈ શકતું નથી, પરંતુ અનુમાન દ્વારા જ થઈ શકે છે. સમવાય સંબંધ અવયવ-અવયવીમાં, ગુણ-ગુણમાં, ક્રિયાકિયાવાનમાં, જાતિ-વ્યક્તિમાં અને વિશેષ નિત્ય દ્રવ્યમાં રહે છે.
અભાવ–મહર્ષિ કણદે પદાર્થોની સૂચીમાં અભાવનું નામ આપેલ નથી. પ્રશસ્ત પાદ ભાષ્યમાં પણ છ પદાર્થોને ઉલેખ જોવા મળે છે, પરંતુ કાલાન્તરમાં અભાવ પણ પદાર્થોની શ્રેણીમાં આવી ગયું અને આ રીતે વૈશેષિક દર્શનમાં સાત પદાર્થ મનાવા લાગ્યા. સપ્ત પદાર્થોમાં અભાવની પરિભાષા આ પ્રમાણે છે: પ્રતિયોજિજ્ઞાનાવનજ્ઞાનોદમાવ: અર્થાત્ જે પદાર્થનું જ્ઞાન તેના પ્રતિયેગીના જ્ઞાન વિના થઈ શકે નહીં તેને અભાવ કહેવામાં આવે છે. ઘટ જ્ઞાન વિના ઘટાભાવનું જ્ઞાન થઈ શકે નહીં. અભાવનું જ્ઞાન સર્વદા ભાવજ્ઞાન ઉપર નિર્ભર રહે છે.
અભાવ ચાર પ્રકારનું માનવામાં આવે છે. પ્રાગભાવ, પ્રદવંસાભાવ, અત્યન્તા ભાવ અને અન્યોન્યા ભાવ, થોડાક પ્રાચીન આચાર્યોએ અભાવને પાંચમે ભેદ માન્ય છે તે છે સામયિકા ભાવ. કિન્તુ આધુનિક ગ્રંથકાર આ પાંચમા ભેદને સ્વીકાર કરતા નથી.
સૃષ્ટિ અને પ્રલય | ન્યાય અને વૈશેષિકના મતાનુસાર પરમાણુઓના સંગથી સુષ્ટિ થાય છે. આ સંગ કેવી રીતે થાય છે તેનું વર્ણન પ્રશસ્ત પાદાચાર્યે આ પ્રમાણે કર્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org