________________
૨૨૨ : વહૂદર્શન અધિકા એક પર સામાન્ય અને બીજું અપર સામાન્ય. જે સામાન્ય અધિક વ્યાપક હોય છે તે પર સામાન્ય અને જે ડું વ્યાપક હોય છે તે અપર સામાન્ય કહેવાય છે. સામાન્ય ને જાતિ હતી નથી કારણ કે તેમ માનવાથી અનવસ્થા દેષ આવશે.
વિશેષ-જે વસ્તુ એક વ્યક્તિને સંસારના બાકીની બધી વ્યક્તિઓથી અલગ પાડે તેને વિશેષ કહેવામાં આવે છે. વિશેષ એટલે વ્યાવર્તક-અવરછેદક જેવી રીતે ઘટવથી ઘટદ્રવ્યની પટ. પ્રભુતિ દ્રવ્યોથી ભિન્નતા જણાય છે. વિશેષ નિત્ય પરમાણુમાં જ રહે છે, અનિત્ય કાર્યોમાં નહીં. આથી અન્ન ભટ્ટે વિશેષનું લક્ષણ કરતાં કહ્યું કે નિત્ય દ્રથ વૃત્તાઃ કથાવાર્તા વિશેષા: અર્થાત્ વિશેષ વ્યાવક હોય છે અને તેની વૃત્તિ નિત્ય દ્રવ્યમાં એટલે કે દિશા, કાલ, આકાશ, આત્મા મન અને પરમાણુઓમાં રહે છે. વિશેષ જાતિ થઈ શકતી નથી, કારણ કે તેમ માનવાથી તેના સ્વરૂપની હાનિ થાય છે. !
સમવાય-સમવાય તે સંબંધનું નામ છે જે બે વસ્તુઓમાં સર્વદાથી રહેલે છે અને કોઈ દિવસ તૂટી શકતું નથી ઘટમાં જે ઘટત્વને સબંધ છે તે નિત્ય અને અચલ છે આ સંબંધને કદાપિ નાશ થઈ શકતો નથી. જ્યાં ઘટ રહેશે ત્યાં ઘટત્વ રહેશે જ. સંગ દ્વારા પણ બે વસ્તુઓમાં સંબંધ સ્થાપિત થાય છે, પરંતુ તે સંબંધ અનિત્ય હોય છે. દા.ત. ઘટ અને રજજુને સંગ આ બન્નેને સંબંધ હંમેશથી નથી અને હંમેશને રહેવાને નથી. જ્યારે સમવાય સંબંધમાં આ વાત નથી. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org