________________
૨૧૬ : ષડ્રદર્શન સુબાધિકા હેવાપણું, નામ ધારણ કરવાવાળું અને જ્ઞાનને વિષય હોય તે પદાર્થ છે. પદાર્થો છે છે-દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ તથા સમવાય. પાછળથી અભાવને પદાર્થમાં ગણતરી કરવાથી પદાર્થ સાત થાય છે.
द्रव्य-क्रियागुणवत् समवाधिकारणमिति द्रव्य लक्षणम् । અર્થાત જે પદાર્થ કઈ ગુણ અથવા ક્રિયાને આધાર હોય, તેને દ્રવ્ય સમજવું. ક્રિયા અને ગુણ દ્રવ્યમાં જ સમવાય સંબંધથી રહી શકે છે. આથી દ્રવ્ય તેનું સમાયિકારણ કહેવાય છે. દ્રવ્યના નવ પ્રકાર છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. આમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને મન. આ પાંચ દ્રવ્યમાં ગુણ અને ક્રિયા બંને રહે છે. જ્યારે બાકીના ચારમાં કેવળ ગુણ જ રહે છે, અર્થાત નિષ્ક્રિય દ્રવ્ય છે. જ્યારે આ ચાર સિવાયના પાંચ દ્રવ્યે સક્રિય કહેવાય છે.
પૃથ્વી–પૃથ્વીમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચાર ગુણ જોવા મળે છે. ગંધ પૃથ્વીને વિશેષ ગુણ છે. આ ગુણ અન્યત્ર જોવા મળતું નથી. પૃથ્વી બે પ્રકારની છે, નિત્ય અને અનિત્ય. નિત્ય પરમાણુરૂપ હોય છે અને અનિત્ય કાર્ય રૂપ હોય છે. ફરીથી કાર્ય રૂપ પૃથ્વીના ત્રણ ભેદ છે. શરીર, ઇન્દ્રિય અને વિષય. શરીર એટલે જેના દ્વારા આત્મા સુખ દુઃખને ભેગ ભેગવે છે. શરીરના બે પ્રકાર છે, નિજ અને અનિજ, નિજ, શરીરના બે ભેદ હોય છે. જરાયુજ અને અંડજ. અનિજ શરીરના ત્રણ ભેદ હોય છે. સ્વેદજ, ઉદુલિજજ, અને અદષ્ટ વિશેષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org