________________
વદર્શન સુબેધિકા ઃ ૨૧૦ જન્ય. ઈન્દ્રિય એટલે શરીરમાં અધિષિત તે યંત્ર જેના દ્વારા પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન થાય છે. શુદ્ધ પૃથ્વીના પરમાણુઓથી જે ઈન્દ્રિય બની છે, તે પ્રાણેન્દ્રિય કહેવાય છે. આના દ્વારા બંધ ગ્રહણ થાય છે. આ ઇન્દ્રિય નાસિકાના અગ્રભાગમાં રહે છે અને પૃથ્વીના વિશિષ્ટ ગુણ ગંધને ગ્રહણ કરે છે. શરીર અને ઇન્દ્રિયના સિવાય જેટલી પાર્થિવ વસ્તુઓ સંસારમાં છે, તે વિષય કહેવાય છે. આ બધા વિષયે જીવના ઉપગ માટે હોય છે. દા. ત. માટી, પત્થર, ફળ, ફુલ આદિ.
જલ-પરસ હાવરા ગાવો વા: નિષા: અર્થાત્ જલમાં રૂપ, રસ અને સ્પર્શે આ ગુણ રહેલા છે. દ્રવત્વ જલને સ્વા. ભાવિક ગુણ છે. ચિકાસપણું તે જલને વિશેષ ગુણ છે. જલ પરમાણું રૂપમાં નિત્ય અને કાર્યરૂપમાં અનિત્ય છે. કાર્યરૂપી જલન ત્રણ ભેદ થાય છે. શરીર, ઇન્દ્રિય અને વિષય જલનું શરીર વરણલેકમાં માનવામાં આવે છે. રસનેન્દ્રિયના અગ્રભાગવડે રસનું ગ્રહણ કરાય છે. નદી, સમુદ્ર આદિ જલના વિષયે છે.
તેજ–તેનો જ પર્શવત્ અર્થાત અગ્નિમાં રૂપ અને સ્પર્શ બે ગુણ હોય છે. શુદ્ધ અગ્નિને સ્પર્શ ઉષ્ણ અને રૂપ ભાસ્પર હોય છે. અગ્નિ પણ પરમાણુ રૂપમાં નિત્ય અને કાર્યરૂપમાં અનિત્ય છે. શરીર, ઈન્દ્રિય અને વિષયભેદથી કાર્યરૂપ અગ્નિ ત્રણ પ્રકારના હોય છે. આનેય શરીર અનિજ હોય છે, એનું અસ્તિત્વ સૂર્યલકમાં મનાય છે. તે જ પરમાણુઓથી જે ઈન્દ્રિય બની છે તેને ચક્ષુરિન્દ્રિય કહે છે. આના દ્વારા રૂપનું જ્ઞાન થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org