________________
૨૧૪ : ષડ્રદર્શન સુબોધિકા
વિશેષિકેનું માનવું છે કે સંસારમાં પ્રત્યેક વસ્તુ પિતાની વિશિષ્ટ સત્તા રાખે છે. એક પરમાણુ બીજા પરમાણુથી ભિન્ન છે. આ વિશિષ્ટ સત્તાને વિશેષ કહેવામાં આવે છે, જે એક વસ્તુને બીજી વસ્તુઓથી જુદી પાડે છે. અને વિમા વષ્યતે રૂતિ વિષ: |
વૈશેષિક દર્શન ઘણું પ્રાચીન છે. વૈશેષિક દર્શન મુખ્યતઃ પદાર્થશાસ્ત્ર છે. મહર્ષિ કણાદે વૈશેષિક સૂત્રની રચના કરી છે, જેમાં દશ અધ્યાય છે. સર્વ પ્રથમ સૂત્ર થાતો ધર્મ યાહ્યા ચામ:થી કરેલ છે, ત્યાર બાદ જેનાથી સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય તે ધર્મ છે. મોક્ષ એટલે આત્યંતિક દુઃખની નિવૃત્તિ.
વૈશેષિક સાહિત્ય—વૈશેષિક દર્શનને આધાર ગ્રંથ છે. મહર્ષિ કણાદકૃત વૈશેષિક સૂત્ર. આ સૂત્ર ઉપર પ્રશસ્ત પાદાચાર્યે ભાષ્ય લખેલ છે, જેનું નામ પદાથ ધર્મ સંગ્રહ છે. આ ઉપરાંત રાવણ કૃત રાવણ ભાષ્ય પણ છે, જો કે તે અપ્રાપ્ય છે. આ પદાર્થ ધર્મ સંગ્રહ વૈશેષિક સિદ્ધાંતને અમૂલ્ય ભંડાર છે. આ ભાષ્ય ઉપર શ્રીધરની ન્યાય કંદલી ટીકા, મશિવાચાર્યની શ્રેમવતી ટીકા, ઉદયનાચાર્યની કિરણાવલી ટીકા તથા શ્રીવત્સની લીલા વતી ટીકા સુપ્રસિદ્ધ છે. શ્રીધર તથા ઉદયનાચાર્યે ઈશ્વર સિદ્ધિ તેમજ અભાવ નામનો સાતમે પદાર્થ પણ માનેલ છે. આ ઉપરાંત શિવાદિત્યને સપ્ત પદાથી ગ્રંથ પણ ઉપયોગી છે. આ ઉપરાંત આ સપ્તપદાથી ઉપર અનેક ટીકાઓ લખાયેલ છે.
ઉદયનાચાર્ય કૃત લક્ષણાવલી ગ્રંથ, વલ્લભ ન્યાયાચાર્યને ન્યાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org