________________
૬ : વદર્શન સુબાધિકા
જે પરમાત્માઓએ ચાર ઘાતકર્મને ક્ષય કરી પિતાના શુદ્ધ જ્ઞાનાદિ ગુણેને પ્રાપ્ત કર્યા છે તે સાકાર પરમાત્મા અને જેમણે આઠે કર્મોને સંપૂર્ણપણે ક્ષય કર્યો છે તે નિરાકાર પરમાત્મા.
સાકાર પરમાત્મા વળી બે પ્રકારે છે. (૧) કેવલી અને (૨) તીર્થકર.
જે આત્માઓએ માત્ર ઘાતકમને સંપૂર્ણપણે ક્ષય કર્યો છે તે કેવલી પરમાત્મા અને જે મહાત્માઓએ ઘાતકર્મોને ક્ષય કરી અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ ઋદ્ધિ પ્રાપ્ત કરી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે તે તીર્થંકર પરમાત્મા.
આ ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં તેવા વીશ તીર્થકર પરમાત્માએ થયેલ છે. જે હાલ અષ્ટકમને ક્ષય કરી સિદ્ધ પરમાત્મા બની સિદ્ધશિલામાં વિરાજિત છે.
જે આત્મા વિશસ્થાનકમાંના કોઈ પણ એક સ્થાનકનું યથાર્થરૂપે આરાધના કરી તીર્થંકર નામકમને નિકાચિત બંધ કરે છે તે ત્યાંથી મૃત્યુ પામી દેવ કે નરકભવને ભેગવી મનુષ્ય ક્ષેત્રમાં, કઈ પણ કર્મભૂમિમાં, આર્યદેશમાં ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે. - જ્યારે તે મહાપુરુષ માતાની કુક્ષિમાં પ્રવેશ કરે છે ત્યારે મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનવાળા હોય છે. તે મહા પુરુષના પુણ્યપ્રભાવે તેમનાં માતાજી ચૌદ ઉત્તમ સ્વપ્નનું દર્શન કરે છે.
ગર્ભવાસ પૂર્ણ કરી જ્યારે પ્રભુ જન્મ ધારણ કરે છે ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org