________________
ષડૂદન સુખાધિકા : ૨૦૧
માનવામાં આવેલ છે. મીમાંસાદનના પ્રધાન ઉદ્દેશ્ય ધર્મનુ પ્રતિપાદન કરવાનું છે અને ધમ માટે પ્રમાણુભૂત વેદ છે. વેદ નિત્ય અને અપૌરુષેય છે.
પૌરુષેય વાકય તે કહેવાય છે કે તેને કાઈ કર્યાં હોય. પૌરુષેય વાકય, જે કોઈ દ્વારા નિર્મિત હેાતું નથી, પ્રત્યુત સ્વયં નિત્ય હાય છે. મીમાંસા ઇશ્વરની સત્તાના સ્વીકાર કરતી નથી, જેથી ઇશ્વરના અભાવમાં તેની રચનાના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. બીજું, શબ્દ નિત્ય છે. શબ્દના અર્થની સાથે સબંધ પણ સ્વાભાવિક તથા નિત્ય છે, વેદ નિત્ય શબ્દ સમૂહાત્મક છે. આથી તે પણ નિત્ય છે. મીમાંસા ફેાટવાદને માનતુ નથી. ઋષિએ મંત્રના કર્તા નથી પરંતુ મંત્રના દૃષ્ટા છે. આથી વેદ અપૌરુષેય છે.
વેદના પાંચ પ્રકારના વિષયેા છે. (૧) વિધિ (૨) મંત્ર (૩) નામધેય (૪) નિષેધ અને અવાદ, સ્વામો નેત્ અર્થાત્ સ્વર્ગ'ની કામનાવાળાએ યજ્ઞ કરવા જોઇએ. આ વિધિ વાકય છે. અનુષ્ઠાનનના અસ્મારકોને મંત્રના નામથી કહેવામાં આવે છે. યજ્ઞાના નામની નામધેય સંજ્ઞા છે. અનુચિત કાર્યાંથી અટકી જવું' તેને નિષેધ કહે છે તથા કોઈ પદાર્થોના યથા ગુણાના કથનને અથવાદ કહેવામાં આવે છે. આ પાંચ વિષયે ઢાવા છતાં પણ વેદનુ તાત્પર્ય વિધિવાકયોમાં જ છે, અન્ય ચાર વિષયે કેવલ અંગભૂત છે. વિધિ ચાર પ્રકારની હેાય છે. (૧) ઉત્પત્તિ વિધિ (ર) વિનિચેગ વિધિ (૩) અધિકાર વિધિ અને (૪) પ્રયાગ વિધિ. વિષ્યના નિર્ણય કરવામાં સહાયક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org