________________
૨૦૬ : ષડ્રદર્શન સુબેધિકા કૃતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન તથા સમાખ્યા નામક છ પ્રમાણેને મીમાંસા સ્વીકારે છે. તેના દ્વારા નિર્ણત સિદ્ધાંતને ઉપગ સ્મૃતિઓની વ્યાખ્યા કરવામાં પ્રધાનતયા કરાય છે.
અર્થપત્તિ એટલે દષ્ટ અથવા શ્રત અર્થની સિદ્ધિ જે અર્થના અભાવમાં થાય નહીં. અર્થાત્ કોઈ અર્થની અર્થાતર વિના અનુપપત્તિ જોઈને તેની ઉપપત્તિ માટે જે અર્થાન્તરની કલપના કરાય છે તે અર્થપત્તિ કહેવાય છે. દા.ત. આ દેવદત્ત ઉપવાસ કરતા હોવા છતાં પણ જાડો છે. અહીંયા ઉપવાસ કરે અને જાડા રહેવું આ બન્ને પરસ્પર વિરોધી છે. આથી આ વિરોધને દૂર કરવા માટે આ દેવદત્ત દિવસે ખાતે નથી, પણ રાત્રે તે અવશ્ય ભજન કર હશે. આ અર્થની કલ્પના કરવી તે અર્થી પત્તિ છે, કારણ કે આ રીતે આક્ષેપ કર્યા વિના પૂર્વોક્ત વાકયની ઉક્તિ સિદ્ધ થઈ શકતી નથી.
અનુપલબ્ધિની સ્વતંત્ર સત્તા છે. ઉપર્યુક્ત પાંચ પ્રમાણે ભાવપદાર્થોની ઉપલબ્ધિના સાધકે છે, પરંતુ અભાવની ઉપલબ્ધિના પ્રમાણની પણ આવશ્યક્તા છે. આ આવશ્યકતા અનુપલબ્ધિ પ્રમાણ પૂરી પાડે છે. વસ્તુની અનુપલબ્ધિ તેના અભાવને સૂચિત કરે છે. પરંતુ અનુપલબ્ધિ યોગ્ય હોવી જોઈએ. કઈ પદાર્થની ઉપલબ્ધિ જ્ઞાનના સમગ્ર સાધન ઉપસ્થિત રહેવા છતાં તે પદાર્થની ઉપલબ્ધિ થાય નહીં ત્યારે સમજવું કે તેને અભાવ સિદ્ધ થાય છે. અનુપલબ્ધિ પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણથી ભિન્ન છે, કારણ કે આપણે આંખથી પટને જોઈ શકીએ છીએ, પટાભાવને નહીં. આ અભાવનું જ્ઞાન અનુપલબ્ધિ દ્વારા થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org