________________
૧૯૮ : પદર્શન સુબાધિકા
સત્વરજતમ ગુણાત્મક પ્રકૃતિરૂપ મુળ કારણથી મહત્તત્વ (બુદ્ધિ) અને તેનાથી અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારથી અગીયાર ઇન્દ્રિયે તથા પાંચ સૂક્ષ્મ તન્માત્રાએ આમ સેળ પદાર્થોને સમુહ ઉત્પન્ન થાય છે. પાંચતત્પાત્રાએથી પૃથ્વાદિ પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે. સાંસારિક પદાર્થોનું પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞાનેન્દ્રિયથી થાય છે. ત્યાર બાદ મનથી સંકલ્પ થાય છે કે આ આવું છે અને આ આવું નથી. ત્યાર પછી હું કાર્યને અધિકારી છું આ જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે અને પછી મારે આમ અવશ્ય કરવું છે. આ જાતને નિર્ણય કરી તે કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રવૃત્તિ બુદ્ધિ તત્ત્વને લીધે થાય છે. બુદ્ધિ તત્વના વિવેક જ્ઞાનમાં ઉપયોગી સાત્વિક તથા તામસ આઠ ધર્મ કહેવામાં આવેલ છે, જેને સાંખ્ય દર્શનમાં ભાવ કહેવામાં આવે છે. જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આ ચાર સાત્વિક બુદ્ધિના ધર્મો છે. આનાથી વિપરિત અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય તથા અનૈશ્વર્ય આ ચાર તામસ બુદ્ધિના ધમે છે.
ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ કર્યા બાદ મનથી વિચાર કરીને “આ કાર્યમાં મારે જ અધિકાર છે, આ બધું મારા માટે જ છે, જે કંઈ છે તે હું જ છું.” આ રીતે જે અભિમાન પ્રાણી માત્રને થાય છે. આ અસાધારણ ધર્મને લીધે અહંકારનું લક્ષણ છે. અહં. કાર પણું સાત્વિક, રાજસ અને તામસુ હોય છે. સારિવક અહં. કારથી અગીયાર ઈન્ડિયા ઉત્પન્ન થાય છે તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને અગીયારમું મન તે ઉભયેન્દ્રિય છે.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org