________________
ષદ્દન સુમેાધિકા : ૧૯૭
આ રીતે બધીવ્યક્ત વસ્તુએ અવ્યક્ત પ્રકૃતિમાં લીન થઈ જાય છે. જે આત્મા સિવાય સંસારની બધી વસ્તુઓને પાતામાં સમાવી લે છે. સંપૂર્ણ જડ જગતના આ સૂક્ષ્મ કારણને સાંખ્યમાં પ્રકૃતિ, પ્રધાન કે અવ્યક્તના નામથી ઓળખવામાં આવે છે. પ્રકૃતિ કેઈ કારણનુ કાર્ય નથી. આથી તે મૂળપ્રકૃતિ છે. પ્રકૃતિ ભાગ્યા છે, પુરુષ ભેાક્તા છે.
પુરૂષ-સાંખ્યદર્શન એ મૂળ તત્ત્વને માને છે એક જડ અને બીજી' ચેતન, જડ તે પ્રકૃતિ છે અને ચેતન એ પુરૂષ છે. પુરૂષ એટલે આત્મા. આત્માનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે. તેના સ્વરૂપ વિષે દર્શીન શાસ્ત્રોમાં અનેક મતા જોવા મળે છે. જેમ કે ચાર્વાક સ્થૂલ શરીરને જ આત્મા માને છે. બૌદ્ધ મતાવલ બી આત્માને વિજ્ઞાનના પ્રવાહુ માત્ર સમજે છે. ન્યાય-વૈશેષિક તેમજ પ્રભાકર મીમાંસકેના મનમાં આત્મા એક અચેતન દ્રવ્ય છે, જે વિશેષાવસ્થામાં ચૈતન્યને આધાર થઈ જાય છે. અદ્વૈત વેદાંત આત્માને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માને છે. જ્યારે સાંખ્ય શાસ્ત્રીએ આત્માને નિત્ય અને સવવ્યાપી ચૈતન્ય માને છે. આત્મા જ્ઞાતા છે. જ્ઞાનના વિષય નથી. ચૈતન્ય એના ગુણ નથી પણુ સ્વભાવ છે. આત્મા કેવલ છા છે, ભાક્તા છે. તે નિષ્ક્રિય, અવિકારી, અસંગી, સ્વયંભુ, નિત્ય અને સ` વ્યાપી સત્તા છે પુરૂષો અનેક છે. પ્રકૃતિ અને પુરૂષના ધર્મનું જ્ઞાન, વિવેક ન થવાથી તે ખંધનમાં છે. જ્યારે પ્રકૃતિ-પુરૂષના વિવેક થઈ જાય છે ત્યારે તે મુક્તિ પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org