________________
૧૯૬ : ષડ્રદર્શન સુબાધિકા પ્રકાશિત કરે છે તેવી જ રીતે ઉક્ત ત્રણેય ગુણે અન્ય વિરોધ છેડીને ભાગ અપવર્ગરૂપ પુરુષાર્થ માટે અન્ય મળીને કાર્ય કરે છે
મૂળ પ્રકૃતિ–મૂળ પ્રકૃતિનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે સત્વ, રજ અને તમ. આ ત્રણેય ગુણેની જે સામ્યવસ્થા છે, તેને મૂળ પ્રકૃતિ, પ્રધાન અને અવ્યક્ત કહેવામાં આવે છે. સામ્યાવસ્થા એટલે કે સત્ત્વ, રજ અને તમ ત્રણ ત નહીં, પરંતુ આ ત્રિગુણાત્મક એક જ તત્વ માનવામાં આવે છે. આ જગતના બધાં પદાર્થો મર્યાદિત તેમજ પરતંત્ર હવાને લીધે કાર્યરૂપ છે. તેથી એની ઉત્પત્તિ કઈને કઈ મૂળ તત્વથી અવશ્ય થયેલ હેવી જોઈએ અને આ મૂળ તત્ત્વને સાંખ્યદર્શનમાં સ્થલ અને સૂક્ષ્મ સમગ્ર કાર્યની ઉત્પાદિકા પ્રકૃતિ માનેલ છે. આ પ્રકૃતિ સંસારનું મૂળ કારણ છે. આ પ્રકૃતિ નિત્ય અને નિરપેક્ષ છે, કારણ કે સાપેક્ષ પદાર્થ અને અનિત્ય જગતનું મૂળ કારણ બની શકે નહીં. પ્રકૃતિની સિદ્ધિ માટે સાંખ્ય શાસ્ત્રીઓ આ પ્રમાણે કહે છે વિશ્વના બધા વિષયે મર્યાદિત તેમજ પરતંત્ર છે, માટે તેનું મૂળભૂત કારણ અપરિચ્છિન્ન અને નિરપેક્ષ હેવું જોઈએ. બીજું સંસારના સમગ્ર પદાર્થોમાં ત્રણ પ્રકારના ગુણોની સત્તા બધે જોવા મળે છે. દરેક પદાથ સુખ, દુઃખ તથા મેહ ઉત્પન્ન કરનાર છે. એટલા માટે એક એવું મૂળ કારણ અવશ્ય હોવું જોઈએ કે જેમાં આ વિશેષતાઓ રહેલી હોય. કાર્ય કારણથી ઉત્પન્ન થાય છે અને નાશ થયા બાદ પુનઃ તેમાં લય પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org