________________
ષડ્રદર્શન સુબોધિકા : ૧૮૧ મદવાચાર્યને તિવાદ-આ મતમાં દશ પદાર્થો માન્યા છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ વિશિષ્ટ, અંશિ, શક્તિ, સાદશ્ય અને અભાવ. દ્રવ્ય વિસ માનેલ છે જેમાં પરમાત્મા, લક્ષ્મી, જીવ આદિ આવે છે. ગુણો અનેક છે. કર્મ ત્રણ પ્રકારનું છે. વિહિત, નિષિદ્ધ અને ઉદાસીન. અહીંયા આપણે પરમાત્મા, લક્ષમી અને જીવ વિષે વિચારીશું.
પરમાત્મા–પરમાત્મા પરિપૂર્ણ અનંત ગુણેથી પરિપૂર્ણ છે. લક્ષ્મી, જીવ વગેરે કરતાં પરમાત્મામાં જ્ઞાન, શક્તિ, આનંદ વગેરે ગુણે અનંતગણુ છે. પરમાત્મા સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, નિયમ, જ્ઞાન, આવૃત્તિ બંધ અને મોક્ષના કર્તા છે, સર્વજ્ઞ છે. જડ, જીવ અને પ્રકૃતિ (મહાલક્ષમી)થી અત્યંત વિલક્ષણ છે. ભગવાનના શરીરના સર્વે અંગે જ્ઞાનમય અને આનંદમય છે. તે સર્વતન્ત સ્વતંત્ર છે, એક જ છે. પિતે જ અનેકરૂપે થાય છે. અવતારે સાથે પિતાને અભેદ છે.
લક્ષ્મી–પરમાત્માથી ભિન્ન અને માત્ર એને જ અધીન એવી લક્ષ્મી છે. એ પરમાત્માની પત્નિ છે. પરમાત્મા પેઠે જ એ નિત્ય યુક્ત છે અને અનેકરૂપ ધારણ કરી શકે છે. પરમાત્માની પેઠે એ જડ દેહથી રહિત છે અને દેશ અને કાળમાં પરમાત્મા સમાન વ્યાપ્ત છે.
જીવ—જ સંસારી છે, અજ્ઞાન આદિ દેથી યુક્ત છે અને અસંખ્ય છે. જેના ગુણે અનંત છે. છ ત્રણ પ્રકારના છે. મુક્તિયેગ્ય, નિત્ય સંસારી અને તમે. દેવે, ઋષિઓ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org