________________
૧૭૪: ષડ્રદર્શન સુબેધિકા અને જીવ તત્ ઉપાધિથી યુક્ત છે અને કેવલ તેને સાક્ષી કહે છે. પ્રત્યક્ષને દશ્ય પદાર્થ કહે છે.
દશ્ય પદાર્થ પણ ત્રણ પ્રકારનો છે. અવ્યાકૃત, મૂર્ત અને અમૂર્ત અવ્યાકૃત પણ ચાર પ્રકારના હોય છે. અવિધા, અવિધાની સાથે ચિત્તને સંબંધ, અવિધામાં ચિત્તને આભાસ અને જીવેવર વિભાગ. એને વ્યાકૃત કહેવામાં આવે છે. અવિધાથી ઉત્પન્ન જે શબ્દાદિ પંચ સૂક્ષ્મ મહાભૂત છે અને અવિધાથી ઉત્પન્ન જે તમ છે, તેને અમૂર્ત કહે છે. પંચીકરણની પહેલાં પંચ સૂક્ષ્મ મહાભૂતની મૂર્તાવસ્થા હેતી નથી. અંધકાર પણ અમૂર્ત છે. અમૂર્ત અવસ્થામાં જે જે શબ્દાદિ સૂમભૂત છે, તે પ્રત્યેકના સાત્વિક અંશથી એક એક જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ થાય છે. આ સૂક્ષમ ભૂતેને પંચતન્માત્ર પણ કહે છે. શબ્દતન્માત્રથી શ્રોત્રેન્દ્રિય,
સ્પર્શતન્માત્રથી ત્વગિન્દ્રિય, રુપતન્માત્રથી ચક્ષુરિન્દ્રિય, રસતન્માત્રથી રસેનેન્દ્રિય, અને ગન્ધનન્માત્રથી ધ્રાણેન્દ્રિય ઉત્પન્ન સમસ્ત પંચતન્માત્રના સાત્વિક અંશથી મનની ઉત્પતિ થાય છે. આ રીતે સૂક્ષમાવસ્થામાં વર્તમાન જે શબ્દાદિ પંચભૂત. તેન્માત્ર છે, તેના પ્રત્યેક રાજસ અંશથી ક્રમશઃ વાફ, પાણિ, પાદ, વાયુ અને ઉપસ્થની ઉત્પત્તિ થાય છે.
- મુક્તિ-ભૂત અને ભૌતિક સમસ્ત પ્રપંચને મૂર્ત, અમૂર્ત અને અવ્યાકૃતઃ આ ત્રણ રૂપમાં જે વિભક્ત કરેલ છે, તે બધું માયાનું જ પરિણામ છે. માયાની સાથે તથા માયાના પરિણામની સાથે ચેતનને જે સંબંધ છે તે જ બંધ કહેવાય છે. તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org