________________
૨ : પદર્શન સુબાધિકા છતાં ક્યાંયથી સુખને અનુભવ ન થયે. હા, ક્યારેક અલ્પ સમય પૂરતે સુખને અનુભવ થયે, પરંતુ તેના પરિણામે તે અંતે વધુ દુઃખને જ અનુભવ કર્યો.
કારણ? સાચું સુખ જે કદી દુઃખ ન લાવે તેવું શાશ્વત સુખ માત્ર ધર્મનું શરણ સ્વીકારવાથી જ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ ધમનું શરણ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકતું નથી. કહ્યું
लब्भन्ति विउला भोए, लब्भन्ति सुरसंपया ।
लब्भन्ति पुत्त मित्तं च, एगो घम्मो ण लब्भइ ।। વિપુલ ભેગો મળી શકે છે, દેવ-ઋદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, પુત્ર અને મિત્ર મળી શકે છે, પણ એક ધર્મ જ પ્રાપ્ત કરી શકાતું નથી.
ભારત ધર્મપ્રધાન દેશ છે. આ દેશમાં ઉત્પન્ન થયેલા લોકોએ જીવ અને જગતનું ઈશ્વર અને તેના સંબંધનું અનેક રીતે ચિંતન તથા મનન કરેલું છે. આર્ષદષ્ટા મુનિઓએ અહિક ચિંતાથી મુક્ત બની આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે પિતાની સમગ્ર શક્તિ કેન્દ્રિત કરી છે.
માનવ એકલે રહી શકતા નથી. પિતાની આસપાસના પદાર્થો સાથે સંબંધ ધરાવે છે. એ સંબંધ તેને ગમે છે. પણ આત્મ સાધને માટે એકાન્ત વાતાવરણની-શાતિની આવશ્યકતા રહે છે. કેમકે તે જ એ વિચારી શકે કે –
હું નિરાકુલ કેવી રીતે થાઉં? રાગ-દ્વેષ, કામકોધ આદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org