________________
૧૬૮ : ષડ્રદર્શન સુધિકા
અનુભવ કરનાર આત્મા તથા અનુભવને વિષયભૂત રેય પદાર્થ આ બે અંશ પ્રત્યેક વિષયાનુભૂતિમાં હોય છે. વાસ્તવવાદીની દૃષ્ટિમાં જીવ અને જગત બે પૃથભૂત સ્વતંત્ર સત્તાઓ છે પરંતુ સૂમ દષ્ટિએ વિચાર કરવાથી આત્મા જ એક માત્ર સત્તા સિદ્ધ થાય છે. નામ રૂપાત્મક વિકારની અંદર એક જ આત્મસ્વરૂપ ચૈતન્ય રૂપમાં દેખાય છે. આ રીતે એક જ અદ્વૈત સત્તા સર્વત્ર લક્ષિત થાય છે, વિષયી-વિષયની ભિન્નતા પરમાર્થતઃ નથી પરંતુ વ્યવહાર માટે જ છે. આથી ઉપનિષદ કહે છે કે – જે આ પ્રમાણે એક જ અખંડ સત્તાને માને છે તે સાચે તત્વજ્ઞાની છે. જગતમાં અનેકતા જેવી તે મૃત્યુરૂપ છે અને તે બંધનકર્તા છે, એક્તાનું દર્શન અમરત્વ છે અને અનેકતાનું જ્ઞાન મૃત્યુ છે.
- બ્રહ્મ વિચાર શ્રી શંકરાચાર્યે બ્રહ્મના સત્ય સ્વરૂપના નિર્ણય માટે બે દષ્ટિએથી વિચાર કરેલ છે. સ્વરૂપ લક્ષણ અને બીજું તટસ્થ લક્ષણ. વ્યાવહારિક દષ્ટિથી જગતને સત્ય માનવામાં આવે છે અને બ્રહ્મને તેનું સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનાર કહેવામાં આવે છે. આ રૂપમાં બ્રહ્મને ઈશ્વર અથવા સગુણ બ્રહ્મ કહેવામાં આવે છે. જગત્કર્તવ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ નથી કિન્તુ કેવળ તટસ્થ લક્ષણ છે એટલે કે પાધિક ગુણ છે. સ્વરૂપ લક્ષણ તે સાં જ્ઞાનમનાં . આ રીતે બ્રહ્મ બે પ્રકારનું છે એક સગુણ બ્રહ્મ અને બીજુ નિર્ગુણ બ્રહ્મ. બંને એક જ છે પરંતુ દષ્ટિકોણની ભિન્નતાથી બને રૂપ ગ્રહણ કરી શકાય છે. સગુણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org