________________
પદર્શન સુબેધિકાઃ ૧૬૯ બ્રહ્મની કલ્પના ઉપાસના નિમિત્તજન્ય વ્યાવહારિક દૃષ્ટિથી કરી વામાં આવેલ છે. પારમાર્થિક દષ્ટિથી તે બ્રહ્મ નિર્ગુણ છે. આ બ્રા સજાતીય, વિજાતીય તથા સ્વગત આ ત્રણેય ભેદોથી રહિત છે. ટૂંકમાં સંસારની અપેક્ષાએ એ બ્રહ્મ ઈશ્વર છે, સગુણ છે પરંતુ નિરપેક્ષ ભાવથી જેવાથી તે બ્રહ્મ છે. - શ્રી શંકરાચાર્યને કેવલાદ્વૈત સુપ્રસિદ્ધ છે. તેઓના મત પ્રમાણે એક ઈશ્વરની જ-પરબ્રહ્મની જ સત્તા રહેલી છે અને એ જ સત્તા પારમાર્થિક છે. જીવ ઈશ્વરથી કોઈ પણ રીતે જુદ છે જ નહિં, જીવ પોતે ઈશ્વર સ્વરૂપ જ છે. ઈશ્વર પિતે માયાની ઉપાધિને વશ થઈ ભિન્ન ભિન્ન સ્વરૂપમાં પ્રગટ થાય છે, એ ભિન્ન સ્વરૂપ માયાની ઉપાધિને લીધે જ ભાસે છે, બાકી તે એ સર્વ સ્વરૂપને આધાર બ્રહ્મ જ છે, એક અભિન્ન અદ્વિતીય સત્તા ધરાવે છે. જેવી રીતે સૂર્યનાં હજારો પ્રતિબિંબ ભિન્ન ભિન્ન જલાશમાં દેખાય છે, તેમાં એ પ્રતિબિંબેની કઈ પણ રીતની સ્વતંત્ર સત્તા છે જ નહિં, ખરી સત્તા તે આકાશમાં રહેલ સૂર્યની છે તેવી જ રીતે ભિન્ન ભિન્ન શરીરમાં રહેલા જે અંતઃકરણે છે તે સ્ફટિક સમાન નિર્મળ હેવાથી એમાં આ ઈશ્વરના અનેક પ્રતિબિંબ પડે છે અને જ્યાં સુધી અંતઃકરણ હોય ત્યાં સુધી એ પ્રતિબિંબ સ્થાયી રહે છે, અંતઃકરણેને લેપ થવાની સાથે જ એમાં રહેલાં પ્રતિબિંબ અદષ્ય થાય છે. અંતઃકરણમાં જે કાંઈ વિકાર થાય તેનાથી પ્રતિબિંબમાં વિકાર થાય છે, પરંતુ પારમાર્થિક સત્તા ધરાવનાર ઈશ્વરમાં એથી કંઈ પણ જાતને વિકાર થતું નથી. જે આ રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org