SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ઃ ષડ્રદર્શન સુબાધિકા કાર્ણાજિનિ, કાશક, જૈમિની, બાદરિ અને આચાર્ય કાશ્યપ વિશેષ ઉલ્લેખનીય છે. આમાંના ઘણાં આચાર્યોના મત બ્રહ્મ સૂત્રમાં જોવા મળે છે. આદ્ય શ્રી શંકરાચાર્ય પહેલાં પણ અનેક આચાર્યો થઈ ગયા છે, જેમાં ભતૃપ્રપંચ, ભર્તુમિત્ર, ભર્તુહરિ, ઉપવર્ષ, બેધાયન, બ્રહ્માનંદી, ટંક, ભારુચિ, દ્રવિડાચાર્ય, સુંદરપાંડ્ય, બ્રહ્મ દત્તના નામ વિશેષ ઉલ્લેખનીય છે. શાંકરવેદાંત શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યના અદ્વૈત વેદાંતને સમજવા માટે ગવાશિષ્ટ અને આચાર્ય ગૌડપાદની માંડૂકયકારિકાને પરિચય પ્રાપ્ત કરે અત્યંત જરૂરી છે. શ્રી શંકરાચાર્ય અલૌકિક બુદ્ધિ સંપન્ન વ્યક્તિ હતા. તેઓની અલૌકિક વિદ્વતા, સતિશાયિની મુવી અને અસાધારણ અકાપ્ય તર્ક પટુતાને જોઈ કોઈ પણ વ્યક્તિ નમન કર્યા વિના રહી શકતી ન હતી. તેમને જન્મ ઈ. સ. ૭૮૮માં થયે. અને કેવલ બત્રીસ વર્ષનું ટૂંકુ આયુષ્ય ભોગવી ૮૨૦માં નિર્વાણ પામ્યા. આટલી નાની ઉંમરમાં પિતાની અસાધારણ પ્રતિભાથી વૈદિક ધર્મને ઉદ્ધાર તેમજ પ્રતિષ્ઠાનું ગૌરવ ભર્યું કાર્ય પુરૂં કર્યું તે અવર્ણનીય છે શંકરાચાર્યના ગુરૂનું નામ શ્રી ગોવિંદાચાર્ય અને તેના દાદા ગુરૂનું નામ શ્રી ગૌડપાદાચાર્યું હતું. આચાર્ય શ્રી શંકરે બ્રહ્મસૂત્ર, ઉપનિષદ તેમજ ગીતા ઉપર ભાષ્ય રચી પિતાના અતિ મતની સ્થાપના કરવામાં અગાધ પટુતાના દર્શન કરાવ્યા છે. આ ઉપરાંત અનેક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy