________________
પદર્શન સુબોધિકા : ૧૬પ અને ૧૯૯ છે, રામાનુજાચાર્યના મતે ૫૪૫ અને ૧૬૦, માદવમતમાં પ૬૪ અને ૨૨૩, નિમ્બાર્કમતમાં ૫૪૯ અને ૧૬૧, શ્રીકંઠની અનુસાર ૫૪૪ અને ૧૮૨ તથા વલલભ મતમાં ૫૫૪ અને ૧૭૧ છે.
બ્રહ્મસૂત્રમાં ચાર અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર ચાર પાદ છે. પ્રત્યેક અધ્યાયનું નામ પ્રતિપાદ્ય વિષયાનુસાર રાખવામાં આવેલ છે. પ્રથમ અધ્યાયનું નામ સમન્વયાધ્યાય છે, કારણ કે આ અધ્યાયમાં બધી વેદાન્ત કૃતિઓને બ્રહ્મમાં જ સમન્વય બતાવવામાં આવેલ છે. દ્વિતીય અધ્યાયમાં સાંખ્યાદિ વિધી તર્કોનું નિરાકરણ કરવામાં આવેલ છે. આથી આ અધ્યાયનું નામ અવિરોધાધ્યાય પાડવામાં આવેલ છે. તૃતીયા ધ્યાયનું નામ સાધનાધ્યાય છે, કારણ કે આ અધ્યાયમાં બ્રહ્મ વિદ્યાનું સાધન વર્ણવવામાં આવેલ છે. અંતિમ અધ્યાયમાં– ચતુર્થ અધ્યાયમાં બ્રહ્મવિદ્યાનું ફળ બતાવવામાં આવેલ છે, આથી એને ફલાધ્યાય કહેવામાં આવે છે.
બ્રહ્મસૂત્રને આધ્યાત્મિક સિદ્ધાંત ક્યા કયા હતા એને યથાર્થ ઉત્તર આપવો કઠિન છે. કારણ કે સૂત્ર એટલું બધું ટૂંકું છે કે કઈ ભાષ્યની સહાયતા વિના તેને અર્થ લગાડે મુશ્કેલ છે અને સાંપ્રદાયિક ભામાં અર્થની ખેંચતાણ પણ ઓછી નથી આથી અનેક વાદ ઉભા થયા છે. બાદરાયણને મત મધ્યમ કોટિને છે.
બાદરાયણની પૂર્વે પણ અનેક આચાર્યોએ વેદાંત તત્ત્વની મીમાંસા કરેલ છે જેમાં આત્રેય, આમરણ્ય, ઔડુમિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org