________________
૧૫૮ : દશન સુબાધિકા દૂર કરવા ઈચ્છતા નથી. વળી વ શબ્દથી કહેવાતે આકાર વિશેષ વની ઉત્પત્તિ પૂર્વે વસ્ત્રમાં દેખાતું નથી. તંતુઓ ઘણું છે, જ્યારે વસ્ત્ર એક જ છે. આમ સંખ્યાને પણ ભેદ છે. આ પ્રમાણે તંતુ અને વસ્ત્ર વચ્ચે બુદ્ધિભેદ, સંજ્ઞાદ, કાર્યભેદ, આકારભેદ અને સાંખ્યભેદ છે. તેઓ માને છે કે કાર્ય ઉત્પન્ન થાય છે તેથી આ અસત્કાર્યવાદ કહેવાય છે. ઉપાદાન કારણભૂત સંત વગેરે પિતાથી ભિન્ન એવા વસ્ત્રાદિ નૂતન કાર્યને ઉત્પન્ન કરે છે, તેથી આ આરંભવાદ તરીકે પણ ઓળખાય છે. આમાં કાર્ય અને કારણને ભેદ જ્યારે સિદ્ધ છે ત્યારે તે બન્ને વચ્ચે કઈ સંબંધ સ્વીકારવું જોઈએ, તે તે સંબંધ સમવાય છે. તંતુમાં વસ્ત્ર સમવાય સંબંધથી રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org