________________
પદર્શન સુબાધિકા : ૧૫૭ સમવાય સંબંધથી રહેલું હોય, તેને અસમવાય કારણ કહે વામાં આવે છે. જેમકે પટનું સમવાય કારણ તંતુ સંગ છે તે તંતુસંગ તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે. પટરૂપ કાર્ય પણ તંતુઓમાં સમવાય સંબંધથી રહેલું છે. આ રીતે પટરૂપ કાર્ય અને તંતુસંગ એમ બંને તંતુઓમાં રહે છે. માટે તંતુસંગ એ અસમાયિ કારણ કહેવાય છે. કાર્યની સાથે એક જ કરણમાં સમવાય સંબંધથી રહેનારૂં જે કારણ તે અસમવાય કારણ છે.
નિમિત્ત કારણ-સમવાય અને અસમવાથિ કારણેથી ભિન્ન જે કારણ છે તે નિમિત્ત કારણ. દા. ત. ઘડાનું નિમિત્ત કારણ ચક્ર, દંડ, કુંભાર વગેરે છે, વસ્ત્રનું નિમિત્ત કારણ કપડાં વણ વાની શાળ વગેરે છે.
આરંભવાદ-નૈયાયિક અને વૈશેષિકે કાર્ય અને કારણ બને ભિન્ન છે એમ માને છે. આ વાદને આરંભવાદ તેમ જ અસત્કાર્યવાદ કહેવામાં આવે છે. આ વાદનું માનવું છે કે તંતુઓ વસ્ત્રનું કારણ છે અને વસ્ત્ર તંતુઓમાંથી બને છે માટે વસ્ત્ર એ કાય છે. તંતુઓ વચથી ભિન્ન છે એ સામાન્ય અનુભવ આપણને થાય છે. જે તંતુ અને વસ્ત્ર વચ્ચે ભિન્નતા ન હોત તે વસાની ઉત્પત્તિ પહેલાં પણ તંતુમાં વસ્ત્રની બુદ્ધિ થવી જોઈએ, પણ તેમ થતું નથી. આમ અનુભવ પરથી તંતુ અને વસ્ત્રો ભેદ સિદ્ધ થાય છે. કેઈ પણ વિદ્વાન માણસ તંતુને વ્યવહાર વસ્ત્ર તરીકે નહિ કરે. તંતુને વસ્ત્ર માનતે કેઈ તે ઓઢીને ઠંડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org