________________
૧૫૬ : પફૂદર્શન સુબેધિકા રીતે જાણે તેનું નામ આપ્ત તે રાગ-દ્વેષથી પર હોય છે. શબ્દ પ્રમાણે બે પ્રકારના લૌકિક અને અલૌકિક, અક્ષરના સમૂ હેને શબ્દ, શબ્દ અને પ્રત્યયના સમૂહને પદ અને પદના સમૂહને વાક્ય કહેવામાં આવે છે. નિયાયિક અભિધા અને લક્ષણ એમ બે શબ્દશક્તિને માને છે. વાક્યર્થના બેધને માટે ચાર કારણેની આવશ્યકતા રહે છે. આકાંક્ષા, ગ્યતા, સન્નિધિ અને તાત્પર્ય.
કાર્યકારણભાવ વિચાર વાનિયતપૂર્વવૃત્તિ વાળ અર્થાત કાર્ય પહેલાં નિયમથી જે હોય તે કારણ કહેવાય છે. એટલે કે જેમાંથી કાર્ય ઉપજે છે તે કારણ છે. ઘડાની ઉત્પત્તિ પહેલાં માટી અથવા કપાલ (ઘડાને પિટને ભાગ અને ઉપલે કાંઠે એ બે જુદા ભાગને કપાલ કહે છે) નિયમથી હોય છે. માટે માટી અથવા કપાલ એ ઘડાનું કારણ છે. વસ્ત્ર તંતુમાંથી બને છે માટે તંતુ વસ્ત્રની ઉત્પત્તિ પૂર્વે નિયમથી હોય છે, માટે તંતુએ વસ્ત્રનું કારણ છે.
કારણ ત્રણ પ્રકારનાં છે. (૧) સમવાકય કારણ (૨) અસમ વાયિ કારણ અને (૩) નિમિત્ત કારણ.
સમાયિ કારણ–ઉત્પન્ન થયેલું કાર્ય જેમાં સમવાય સંબંધથી રહે છે, તે સમવાય કારણ છે. જેમકે કપાલમાં સમવાય સંબંધથી ઘડે ઉત્પન્ન થાય છે, તેથી કપાલ એ ઘડાનું સમાયિકારણ છે.
અસમવાય કારણ-કાર્યની સાથે એક જ આશ્રયમાં (ઘટ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org