________________
ષડ્રદર્શન સુબેધિકા : ૧૪૭ એએ પિતાની અભૂતપૂર્વ રચનાઓ કરી ન્યાયશાસ્ત્રને વ્યાપક બનાવેલ છે તે કહ્યા વિના ચાલે તેમ નથી. આ નવ્યન્યાયના બે પ્રધાન કેન્દ્રો રહ્યા છે જે આજે પણ ચાલે છે. મૈથિલ વિદ્વાન શ્રી ગંગેશપાધ્યાય, જેઓએ સન ૧૨૦૦ની લગભગ તત્વ ચિંતામણિ નામના ગ્રંથની રચના કરી છે. જે એક યુગપ્રવર્તક ગ્રંથ તરીકે સુપ્રસિદ્ધ છે. ગંગેશપાધ્યાયને નન્યાયના પિતા કહેવામાં આવે છે. સેળમી શતાબ્દિમાં શ્રી વાસુદેવ સાર્વભૌમે બંગાળના પ્રધાન વિદ્યાપીઠ નવદ્વીપમાં જઈને તત્ત્વ ચિંતામણી ગ્રંથને પ્રચાર કર્યો અને તેનું પઠન-પાઠન શરૂ કરાવ્યું. આ બને સ્થાને ઉપરાંત ધીરે ધીરે ભારતના અન્ય ભાગોમાં પણ નવ્યન્યાયના પઠન-પાઠનનું કાર્ય શરૂ થયું. નવ્ય ન્યાયના લેખકોમાં સર્વશ્રી ગંગેશપાધ્યાય, વર્ધમાનોપાધ્યાય, પદ્મધર મિશ્ર, વાસુદેવ મિશ્ર, મહેશ ઠકકુર, શંકર મિશ્ર, મધુસુદન ઠકકુર આદિને સમાવેશ થાય છે. નવદ્વીપ શાખાન્તર્ગત લેખકેમાં સર્વશ્રી વાસુદેવ સાર્વભૌમ, રઘુનાથ શિરોમણિ, હરિદાસ ભટ્ટા ચાર્ય, મથુરાનાથ તર્કવાગીશ, જયરામ ન્યાય પંચાનન, હરિરામ તર્કવાગીશ, વિશ્વનાથ સિદ્ધાંત પંચાનન, ગદાધર ભટ્ટાચાર્ય આદિ લેખકોને સમાવેશ થાય છે.
આ રીતે ન્યાયદર્શનને અનેક અજોડ પ્રતિભાસંપન્ન લેખકે પિતાની અકાપ્ય પ્રતિભાવડે વધુ સુપ્રસિદ્ધ અને સુવ્યવસ્થિત બનાવવામાં પિતાના જીવનને અમૂલ્ય ફાળો આપ્યો છે તે સર્વ વિદિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org