________________
ષડ્રદર્શન સુબાધિકા : ૧૨૯ આ ચાર મુખ્ય શાખાઓમાં બીજી બધી શાખાઓને સમાવેશ થઈ જાય છે.
(૧) માધ્યમિક શૂન્યવાદના પ્રચારક નાગાર્જુન હતા, જેઓ દક્ષિણ ભારતાના નિવાસી બ્રાહ્મણ હતા અને પાછળથી તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતે. તેઓએ પિતાના અકાટય તર્ક વડે શૂન્યવાદના સિદ્ધાંતનું પ્રરૂપણ કરેલ છે. શૂન્યવાદ માને છે કે પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રમિતિ એ ચારેય તત્વ અવસ્તુરૂપ છે, કારણ કે તેને વિચાર કરતાં તે અવશગની જેમ અવસ્તુરૂપે પ્રતિભાસિત થાય છે. આથી આ વાદ બાહ્યર્થને કે વિજ્ઞાનને માનતા નથી, તેની દષ્ટિમાં તે શુન્ય જ પરમાર્થ સત્ય છે. આ શુન્ય કોઈ અભાવવાદી શબ્દ નથી પરંતુ આ અનિર્વચનીય તત્ત્વને દ્યોતક છે, જે સત, અસત, સદસત્ કે આ બંનેથી ભિન્ન નથી. આ ચારેય કટિયેથી ભિન્ન તથા વિલક્ષણ હેવાથી આ પરમાર્થ શૂન્ય નામથી ઓળખાય છે. આ આધ્યાત્મિક મધ્યમાર્ગ બતાવનાર દર્શન હોવાથી તેનું નામ માધ્યમિક પણ કહેવાય છે.
(૨) યોગાચાર વિજ્ઞાનવાદ-આ વાદના પ્રવર્તક તરીકે મૈત્રેયને માનવામાં આવે છે. તેમણે અનેક ગ્રંથ લખ્યા છે. આ સંપ્રદાયની માન્યતા છે કે બાહ્ય પદાર્થનું કંઈ અસ્તિત્વ નથી, પરંતુ ચિત્તનું અસ્તિત્વ છે આથી ચિત્ત જ એક માત્ર સત્તા છે. તેઓ વિજ્ઞાનના પ્રવાહને ચિત્ત કહે છે. બહાર દેખાતા પદાર્થો મનની અંદર રહેલાં છે. આથી તેઓ કહે છે કે દશ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org