________________
૧૨૨ : પદર્શન સુબેધિકા ચોથું આર્ય સત્ય દુખ નિષેધ માર્ગ –
દુખરૂપ સંસારથી છૂટવાને માર્ગ એટલે નિર્વાણ માર્ગ: ભગવાન બુદ્ધે સુખમાં જીવન વિતાવનાર તથા ઘેર વ્રતને આચરી કાયાને કલેશ આપનાર જીવનને નિર્વાણ માટે મદદરૂપ ન માનીને આ બને સુખ અને દુઃખના અંતને છેડીને મધ્યમ માર્ગ અપનાવ્યું હતું, જે અગિક માર્ગ તરીકે સુપ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે –(૧) સમ્યક્ જ્ઞાન, (૨) સમ્યક્ સંકલ્પ, (૩) સમ્યક્ વચન, (૪) સમ્યક્ કર્માન્ન, (૫) સમ્યફ આજીવ, ૬) સમ્યક્ વ્યાયામ, (૭) સમ્યક્ સ્મૃતિ અને (૮) સમ્યક્ સમાધિ. આ અષ્ટાંગિક માર્ગના સેવનથી ક્રમશઃ ચિત્તની સ્વસ્થતા એટલે સમાધિ પ્રાપ્ત થાય છે. બુદ્ધ માને છે કે વ્યક્તિ પોતાના નિષ્ઠા પૂર્વકના પ્રયત્ન વડે જ સુંદર પરિણામે લાવી શકે છે, તેમાં કોઈ અલૌકિક તત્ત્વની મદદની જરૂરત રહેતી નથી. ખરેખર બુદ્ધને આ માર્ગ પ્રશસ્ય છે. આથી જ ધમ્મપદ જણાવે છે કે બુદ્ધો આપણું માર્ગદર્શક છે, સર્વ શક્તિમાન શાસકે નથી - આ ચાર આર્ય સત્ય જોતાં બૌદ્ધ દર્શનમાં પણ જ્ઞાન સિવાય નિર્વાણ નથી તે સ્પષ્ટ જણાય છે. જ્ઞાનની ઉત્પત્તિ માટે શરીર શુદ્ધિ નિતાંત આવશ્યક છે. આ માટે બુદ્ધ પણ ત્રણ સાધને બતાવ્યા છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા. શીલ એટલે સત્કર્મ, શીલ પાંચ પ્રકારના બૌદ્ધ ધર્મમાં બતાવેલા છે, જે ધર્મના પાયાની નતિક માન્યતા સમાન છે. (૧) પ્રાણાતિપાત એટલે અહિંસા, (૨) અદત્તાદાન એટલે કે કેઈએ આપ્યું ન હોય તેવું કંઈ જ લેવું નહિ. (૩) બ્રહ્મચર્ય એટલે મન-વચન અને કાયાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org