________________
વડ્રદર્શન સુબાધિકા : ૧૨૩ સંયમ પાળવે. બ્રહ્મચર્ય એ મનનું શીલ છે, (૪) મૃષાવાદ વિરમણ એટલે અસત્ય ન બોલવું અને (૫) મધ નિષેધ એટલે કે વ્યસનથી સર્વથા મુક્ત રહેવું. આ પંચ શીલનું પાલન બૌદ્ધ ભિક્ષુઓએ તેમજ ગૃહસ્થોએ કરવાનું છે. આ ઉપરાંત અપરાન્હ ભેજન, માલાધારણ, સંગીત, સોનું ચાંદી અને કિંમતી શયા આ બધાને ત્યાગ કેવલ ભિક્ષુઓએ કરવાનું હોય છે.
સમાધિ એટલે મનની સ્વસ્થતા. સમાધિથી ત્રણ પ્રકારની વિદ્યાઓ ઉત્પન્ન થાય છે. (૧) પૂર્વ જન્મની સ્મૃતિ, (૨) જીવને ઉત્પત્તિ અને વિનાશનું જ્ઞાન અને (૩) ચિત્તના બાધક વિષ. ચેનું જ્ઞાન. સમ્યફ સંકલ્પથી સમ્યફ સમાધિ પર્વત જે સાત નિયમો અષ્ટાંગિક માર્ગમાં બતાવવામાં આવેલાં છે તેને નિરંતર અભ્યાસ કરવાથી ઠંદ્રને સંપૂર્ણ પણે નાશ થાય છે, જેના ફળસ્વરૂપે અખંડ સમાધિથી પ્રજ્ઞાને ઉદય થાય છે. જેના વડે જીવનનું રહસ્ય હસ્તામલકવત્ સ્પષ્ટ થાય છે.
પ્રજ્ઞાના ત્રણ પ્રકાર બતાવવામાં આવેલાં છે. (૧) શ્રતમયી, (૨) ચિંતામયી અને (૩) ભાવનામયી. પ્રજ્ઞાથી અવિઘાનું મૂલે ૨છેદન થાય છે. જેનાથી દુખનું મૂળ કારણ જ નષ્ટ થઈ જાય છે. પ્રજ્ઞાના અનુષ્ઠાનથી જ્ઞાન-દર્શન મનેય શરીરનું નિર્માણ, રિદ્ધિ, સિદ્ધિ, દિવ્યજ્ઞાન, પૂર્વજન્મ સ્મરણ અને દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ થવાથી દુઃખને આત્યંતિક નાશ થઈ જાય છે અને ત્યાર બાદ તે વ્યક્તિ નિર્વાણને પામે છે. નિર્વાણ પ્રાપ્તિની સાથે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શીલ અને પૂર્ણ શાંતિને ઉદય થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org