SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વદર્શન સુબેધિકા : ૧૧૯ પ્રથમ આર્ય સત્ય દુખ: જીવ માત્ર દુઃખી છે. પછી તે ગમે તે નિમાં જન્મે હેય. આ અખિલ બ્રહ્માંડમાં દુઃખ ઠાંસી ઠાંસીને ભરેલું છે. દુખ સિવાય બીજું કશુંય નથી. જન્મ, વૃદ્ધાવસ્થા, રેગ, મરણ, શેક, કલેશ, ઈચ્છા અને નિરાશા આ બધું આસક્તિથી ઉત્પન્ન થાય છે માટે આ બધું દુઃખ છે. કારણ કે દુઃખ માત્ર આસક્તિથી ઉત્પન્ન થાય છે. દુઃખ ત્રણ પ્રકારના હોય છેઆધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આમાંથી આધ્યાત્મિક દુઃખ શારીરિક અને માનસિકરૂપથી બે પ્રકારનું છે. વાત, પિત્ત અને કફ નામક ત્રિદોષની વિષમતાથી ઉત્પન્ન દુઃખને શારીરિક તથા કામ, ક્રોધ, લેભ, મેહ આદિથી ઉત્પન્ન દુઃખને માનસિક કહે છે. આ બધાં દુઃખે આન્તરિક ઉપાયથી સાધ્ય હેવાને લીધે આધ્યાત્મિક કહેવાય છે. બાહ્ય ઉપાયથી સાધ્ય દુઃખ બે પ્રકારના હોય છે. આધિ ભૌતિક અને આધિદૈવિક. મનુષ્ય, પશુ, પક્ષી, સર્પ તથા વૃક્ષાદિ સ્થાવરેથી ઉત્પન્ન થનાર દુઃખ આધિ ભૌતિક તથા યક્ષ, રાક્ષસ, ગ્રહ આદિના દુષ્ટ પ્રભાવથી ઉત્પન્ન થનાર દુઃખ આધિદૈવિક કહેવાય છે. આ રીતે જીવ માત્ર દુઃખત્રયથી ગ્રસ્ત છે. સાંસારિક સુખ તે ક્ષણિક છે. તેને સત્ય ને નિત્ય માનવું તે ખરેખર મૂર્ખાઈ ભરેલું છે. તેના નાશ પછી તે દુખ જ છે. આ રીતે જોતાં સાંસારિક સુખ પરિણામે તે દુઃખદાયી જ છે. આથી સિદ્ધ થાય છે કે સુખે તે આશંકા અને ચિંતાના કારણભૂત છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy