________________
ષડ્રદર્શન સુબાધિકા : ૧૧૭ (આચાર સંબંધી ગ્રંથ), અને અભિધમ્મપિટક (દાર્શનિક વિષયેનું વિવેચનાત્મક ગ્રંથ). આ પિટકમાં અનેક નાના મોટા ગ્રંથને સમાવેશ થાય છે. જેમ કે-સુત્તપિટકમાં પાંચ નિકાય છે. નિકાય એટલે સૂત્રસમૂહ (૧) દીર્ઘ નિકાયમાં ૩૪ સૂત્ર, મઝિમ નિકાયમાં ૧પ૨ સૂત્ર, સંયુક્ત નિકાયમાં પ૬ સંયુત્ત, અંગુત્તર નિકાયમાં ૧૧ નિપાત અને ખુદ્ધક નિકાયમાં ૧૫ નાના મોટા પ્રથ, જેમાં બુદ્ધની ૪૨૩ ઉપદેશાત્મક ગાથાઓને સંગ્રહાત્મક ધમ્મપદ તથા બુદ્ધના પૂર્વજન્મની સાથે સંબંધ ધરાવનાર પ૫૦ કથાઓના સંગ્રહરૂપ જાતક અત્યંત પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ખુદૂક પાઠ, ઉદાન, ઇતિવૃત્તક, સુત્તનિપાત, વિમાનવત્થ, પતવસ્થ, થેરગાથા, થેરીગાથા, નિસ, દિસમ્મિદામગ્ન, અપદાન, બુદ્ધવંશ તથા ચરિયાપિટક છે. વિનયપિટકના ત્રણ અંગ છે. સુત્તવિભંગ. ખંધક તથા પરિવાર. અભિધમ્મ પિટકની અંતર્ગત સાત ગ્રંથ છે. નાગસેન કૃત મિલિંદામહે પણ ત્રિપિટકની સમાન જ મહત્વપૂર્ણ મનાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org