________________
૧૧૬ : ષડ્રદર્શન સુબેધિકા આપનાર ભગવાન બુદ્ધ હતા. તેઓએ સંઘ સ્થાપ્યું અને એ સંઘના મુખ્ય સિદ્ધાંતે સહયેગ, સંગઠ્ઠન, અને ધર્મ પ્રચાર હતા પાટલી પુત્રમાં સંઘની પહેલી સભાએ ધર્મ અને વિનયના ત માન્ય રાખ્યા. બુદ્ધના નિર્વાણ બાદ સે વર્ષે સંઘની બીજી સભા વિશાલીમાં મળી. સંઘની ત્રીજી સમા પ્રિયદર્શી અશેકના આમંત્રણથી પાટલીપુત્રમાં મળી ત્યારે પ્રસિદ્ધ બૌદ્ધ સાધુ પાગલીપુતે અશક પાસે બુદ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો હતે. અશેકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ લંકા દેશને બૌદ્ધ ધમની દીક્ષા આપી હતી. બૌદ્ધ ધર્મ પ્રચાર માટે મેગલી પુત ગ્રીસ ગયા હતા અને ત્યાંના એક વૃદ્ધ વિદ્વાન ધર્મ રક્ષિતને પ્રચાર કાર્ય સંપવામાં આવ્યું હતું. આ રીતે બુદ્ધ ધર્મને દેશ વિદેશમાં સારી રીતે અનેક પ્રકારે પ્રચાર કરવામાં આવ્યું હતું. આજે વિશ્વભરમાં આશરે બાવન કરેડ અનુયાયી ધરાવતે બૌદ્ધ ધર્મ છે. આજે સિલેન, બર્મા, થાઈલેન્ડ, ઈન્ડોનેશીયા, ચીન, જાપાન અને કોરિયા આદિ અનેક દેશોમાં બૌદ્ધ ધર્મ પ્રચલીત છે. ભારતમાં પણ ધીમે ધીમે તેને પ્રચાર થતે જોવા મળે છે. - બુદ્ધને ઉપદેશ માગધી ભાષામાં મૌખિક જ હતો આથી તેનું રક્ષણ કરવા માટે બુદ્ધના પટ્ટશિષ્ય આનંદના સહયોગથી સુત્તપિટક તથા નાપિતકુલેત્પન્ન ઉપાલિના સહયોગથી વિનયપિટકનું સંકલન કરવામાં આવ્યું. સુત્તપિટકની અંતર્ગત માતિકા (દાર્શનિક અંશ)ના પલ્લવીકરણથી અવાન્તર કાળમાં અભિધમ્મપિટકનું નિર્માણ થયું. બુદ્ધ ધર્મના આમ ત્રણ પિટક સર્વસ્વ છે. સુત્તપિટક (બુદ્ધને ઉપદેશ), વિનયપિટક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org