________________
૧૧૪ : ષડ્રદર્શન સુબેધિકા બીજા રાજ્ય કરતાં સવિશેષ બળવાન હોઈને તથા તે સમયની અનેકલક્ષી પ્રવૃત્તિને કારણે બીજા નાનાં રાજ પર તેમની અમુક પ્રકારે સત્તા હતી. આ રીતે શાક્યરાજ્ય ઉપર કૌશલ રાજ્યની અમુક બાબતે અંગે સત્તા હતી.
શાક્યોની નગરી કપિલ વસ્તુ હતી. તેઓ મેટા જમીનદાર હતા. તેમાં શુદ્ધોદન નામે એક મોટા જમીનદાર હતા તેમની જાગીર કપિલવસ્તુથી ચૌદ પંદર માઈલ પર આવેલ લુ બિનીવન નામના સ્થળમાં હતી. શુદ્ધોદનને માયાદેવીથી ગૌતમ અને બીજી સ્ત્રીથી નંદ નામે પુત્ર જન્મ્યા હતા. બુદ્ધને જન્મ ઈસ. પૂર્વે પ૬૨ માં થયે હતે. એટલે કે ૫૦૫ વિક્રમ પૂર્વની વૈશાખી પૂર્ણિમાના રોજ જન્મ થયો હતે. જન્મથી માંડીને ગૌતમ સંબુદ્ધ થયા ત્યાં સુધી એમને બધિસત્વ કહેવાની પ્રથા પ્રાચીન પાલી બંથમાં જોવામાં આવે છે. બધી એટલે માનવીના ઉદ્ધારનું જ્ઞાન. એને માટે પ્રયત્ન કરનાર તે બેધિસવ. બોધિસત્વના જન્મથી સાતમે દિવસે માયાદેવી મરણ પામી અને એમ લાગે છે કે થોડા સમય પછી શુદ્ધોદને માયાદેવીની નાની બહેન ગૌતમી સાથે લગ્ન કર્યા. બોધિસત્વનું ગાત્ર આદિત્ય હતું અને એમનું નામ ગૌતમ હતું. પાછળથી એમને સિદ્ધાર્થ અને સર્વાર્થસિદ્ધિ એવાં નામે મળેલા છે. બાળકનું ભવિષ્ય ભાખતા
તિષીઓએ કહ્યું કે આ બાળક ચક્રવતી રાજા થશે અથવા સમ્યક્ સંબુદ્ધ થશે. .
બુદ્ધના મનમાં જરા, વ્યાધિ અને મરણ આ ત્રણેય આપત્તિ એને વિચાર નાનપણથી જ આવતા હતા. આથી અંગુત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org