________________
પદર્શન સુબાધિકા : ૯ (૮) અપૂર્વકરણ–અપ્રમત્ત અવસ્થામાં સ્થિર થયેલ આત્મા પુરુષાર્થના પ્રબળ આલંબને આગળ વધી આ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. અહિં મેહનીય કર્મને સર્વથા ક્ષય કે ઉપશમ કરવાની સંપૂર્ણ તૈયારી થાય છે.
(૯) અનિવૃત્તિ ગુણસ્થાનક–આ ગુણસ્થાને આવેલ આત્મા મેહનીય કર્મને ક્ષય કે ઉપશમ કરવાનો આરંભ કરી સૂક્ષ્મ લેભને છોડી શેષ સર્વને ક્ષય કે ઉપશમ કરે છે.
(૧૦) સૂક્ષ્મ સંપરાય–અહિં આવેલ આત્મા શેષ રહેલ સૂફમ લેભને પણ અહિં ચરમ સમયે નાશ થાય છે. અહિં સંપરાય એટલે કષાય થાય છે.
(૧૧) ઉપશાન્ત મહ ગુણસ્થાન–મેહને સંપૂર્ણતયા ઉપશમ કરી જઘન્ય એક સમયથી યાવત અન્તર્મુહૂર્ત સુધી અહિં રહે છે પછી જે કમે તે આગળ વધેલ છે તે જ ક્રમે પાછું પડે છે. અથવા અહિં મૃત્યુ પામે તે આત્મા અનુત્તર વિમાને દેવ થાય છે.
૧૨) ક્ષીણમેહ ગુણસ્થાન–આ ગુણસ્થાને મેહનીય કર્મને સર્વથા ક્ષય થયેલ હોય છે. સાથે અહિં અન્ય ઘાતી કર્મને પણ સર્વથા ક્ષય કરે છે. આ ગુણસ્થાને ચિત્તયેગની પરાકાષ્ટારૂપ શુકલધ્યાને આરુઢ થાય છે જેથી ઘાતકર્મો વિશુદ્ધિરૂપ અગ્નિમાં બળી ભસ્મસાત્ થાય છે.
(૧૩) સગી કેવલી–ઘાતકમને ક્ષય થતાંની સાથે જ આત્મા આ ગુણઠાણે આવે છે. અહિં નિર્મલ સંપૂર્ણતર કેવળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org