________________
૯૮ઃ ષદર્શન સુબાધિકા પ્રત્યે અનુક પાવાળે, સંસારના સુખેથી પણ નિર્વેદ પામેલ હોય છે મુક્તિસુખ માટેની ઝંખના અદમ્ય હોય છે અને કષાની તીવ્રતાથી વિરામ પામે છે.
(૫) દેશવિરતિ–સંપૂર્ણ વ્રતનું પાલન કરવા અસમર્થ છે, પરંતુ ગૃહસ્થ ધર્મના વતેના યથાયોગ્ય પાલન માટે જે આગ્રહી છે તેવા આત્માનું જે ગુણસ્થાનક તે દેશવિરતિ ગુણસ્થાનક.
અહિં ઓછામાં ઓછા એક વ્રતથી આરંભી વધુમાં વધુ બાર વ્રતને આત્મા સ્વીકાર કરે છે. સંસારના પ્રત્યેક પાપ કર્મથી અટક્યું હોવા છતાં “સંવાસાનુમતિને લીધે તે દેશવિરત કહેવાય છે.
(૬) પ્રમત્ત સંયત–જેણે વિરતિધર્મને સંપૂર્ણ પણે સ્વીકાર કર્યો છે છતાં પ્રમાદયુક્ત છે તેવા આત્માનું ગુણસ્થાનક તે પ્રમત્ત સંયત ગુણસ્થાનક. - જો કે આગળના ગુણઠાણાઓમાં પણ નિદ્રા કષાયરૂપ પ્રમાદ તે છે પરંતુ તેની અપેક્ષાએ અહિં તીવ્રતા છે. વળી અહિં થીણદ્વિત્રિક રૂપ નિદ્રા હોય છે પણ આગળના ગુણસ્થાનેમાં તે નિદ્રા પણ હેતી નથી.
(૭) અપ્રમત્ત ગુણસ્થાનક–પ્રમાદરહિત સાધુનું આ ગુણ ઠાણું છે. સંયમી પુરુષ આ પ્રમત્ત તેમજ અપ્રમત્ત અવસ્થામાં વારંવાર ડેલાયમાન હોય છે. પરંતુ જે સાવધાની રાખવામાં આવે તે જલદી ઉન્નતિના શિખરને સર કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org