SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ષડ્રદર્શન સુબાધિકા : ૯૧ ણામે ભયંકર પીડા અને બળતરા, તેના જેવું છે અનુકુળ વિષયે સુખને આભાસ કરાવે પણ ક્ષણભર પછી તે તે જ વિષયે ભયંકર નરકાદિમાં લઈ જઈ અનેક પ્રકારનાં દુઃખેને અનુભવ કરાવે. જ્ઞાનીઓ કહે છે કે આ સંસાર દુઃખરૂપ છે. દુઃખફળવાળે છે, અને દુઃખની પરંપરાઓને ખડકલે કરનાર છે. આ સંસારમાં માતા એ પુત્રી અને પત્ની પણ કઈ ભાવમાં થાય પત્ની કઈ ભવે માતા, પિતા, પુત્ર કે પતિ પણ બને, એટલે ભયંકર આની વિષમતા છે. આવી વિચારણાઓ દ્વારા સંસારથી ઉબકી જવાય છે. આને લગતી અન્ય વિચારણાઓ પણ આમાં સમાવેશ પામે છે. ૪. એકત્વ ભાવના – હું એકલે છું, મારું કોઈ નથી, જેને હું મારાપણાની બુદ્ધિથી જોઉં છું. જેના માટે દિવસ ને રાત, ટાઢ કે તડકો, ભૂખ કે તૃષાને હું ગણકારતું નથી તે માતા, પિતા, પુત્ર કે પત્ની મારા દુઃખમાં જરાય મને સહાય કરનારા નથી, મરતે મને બચાવી શકે તેમ નથી. જ છું એકલે અને જવાનું છે પણ એકલાએ જ, જે કંઈ પાપ-પુણ્ય કરીશ તેનાં ફળ મારે જ ભગવાન છે, કહેવાતાં સગાં તેમાં જરાય ભાગીદાર નથી ઈત્યાદિ વિચારણાએ એકત્વભાવની સૂચક છે. આ ભાવનાથી જીવ અનાસક્તભાવ કેળવી આત્માવલંબી બને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy