SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ છેતાલીસમાં સમવાયમાં બ્રાહ્મી લિપિના ૪૬ માતૃકા અક્ષર સુડતાલીસમાં સમવાયમાં સ્થવિર અગ્નિભૂતિના સુડતાલીસ વર્ષ સુધી ગૃહસ્થાવાસનું વર્ણન, અડતાલીસમાં સમવાયમાં ભગવાન ધર્મનાથના અડતાલીસગણુ. અડતાલીસ ગણધરનું વર્ણન ઓગણપચાસમાં સમવાયમાં ઈન્દ્રય જીની ૪૯ અહોરાત્રિની સ્થિતિ તથા પચાસમાં સમવાયમાં મુનિસુવ્રતભગવન્તની ૫૦ હજાર મણિનું વર્ણન કરવામાં આવ્યું છે. એકાવનમાં સમવાયમાં બ્રહ્મચર્ય અધ્યયનમાં ૫૧ ઉદ્દેશન કાલ અને બાવનમાં સમવાયમાં મેહનીય કર્મનાં બાવન નામ બતાવવામાં આવ્યા છે. ત્રેપનમાં સમવાયમાં ભગવાન મહા પૂનમાં સમવાયમાં ભગવાન મહાવીરનાં ત્રેપન શ્રમણે જે એક વર્ષની દીક્ષા પર્યાય પાળી અનુતર વિમાનમાં ગયાનું વર્ણન મળે છે. ચેપનામાં સમવાયમાં ભરત તથા ઐવિત ક્ષેત્રોમાં ૫૪ ઉત્તમ પુરુષોનું વર્ણન છે. તથા ભગવાન અરિષ્ટનેમિ ૫૪ રાત્રિ સુધી છવાસ્થ રહ્યા. ભગવાન અનંતનાથનાં ચેપન ગણધર હતા. પંચાવનમાં સમવાયમાં મલિનાથ ભગવાન પપ હજાર વર્ષ આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ થયાનું વર્ણન મળે છે. છપ્પનમાં સમવાયમાં વિમલનાથ ભગવાનનાં પ૬ ગણ તથા પદ ગણધર હતા. સત્તાવનમાં સમવાયમાં મલ્લિનાથ ભગવાનનાં પ૭૦૦ મન પર્યાવજ્ઞાની હતા. અઠ્ઠાવનમાં સમવાયાં જ્ઞાનવરણીય, વેદનીય, આયુ, નામ અને અંતરાય આ પાંચ કમૌની અઠ્ઠાવન ઉત્તર પ્રક્રિયાઓ બતાવી છે. ઓગણસાઈઠમાં સમવાયમાં ચંદ્રસંવત્સરની એક ઋતુ ઓગણસાંઈઠ અહેરાત્રિની હતી સાંઈઠમાં સમવાયમાં સૂર્યનું ૬૦ મુહૂર્ત સુધી એક મંડલમાં રહેવાને ઉલ્લેખ છે એકસઠમાં સમવાયમાં એક યુગના ૬૧ ઋતુમાસ બતાવ્યા છે બાસઠમાં સમવાયમાં વાસુપૂજ્ય ભગવાનના દ૨ ગણ તથા દર ગણધરનું વર્ણન ત્રેસઠમાં સમવાયમાં અષભદેવ ભગવાન ત્રેસઠલાખ પૂર્વ સુધી રાજ્ય સિંહાસન પર રહ્યા ત્યારબાદ દીક્ષાનું વર્ણન, ચોસઠમાં સમવાયમાં ચક્રવર્તાનાં મૂલ્ય ૬૪ હારનું ઉલ્લેખ, પાંસઠમાં સમવાયમાં ગણધર મૌય પુત્રનાં ૬૫ વર્ષ સુધી ગૃહવાસમાં રહી દીક્ષા ગ્રહણને ઉલલેખ. છાસઠમાં સમવાયમાં ત્રિયાંસનાથ ભગવાનનાં છાસઠ ગણ અને છાસઠ ગણધર હતા. અને મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગર બતાવી છે. અડસઠમાં એક યુગનાં નક્ષત્ર માસની ગણના થી ૬૭ માસ બતાવ્યા છે. ૬૮ માં સમવાયમાં ઘાતકીખંડ દીપમાં ચક્રવર્તાની ૬૮ વિજય, ૬૮ ૬૮ રાજધાનીએ તથા ઉત્કૃષ્ટ દ૮ અરિહંત હોય છે. તથા ભગવાન વિમલનાથનાં ૬૮ હજાર શ્રમણ હતા. ૬૯માં સમવાયમાં માનવલોકમાં મેરુ સિવાયનાં ૬૯ વર્ષ અને ૬૯ વર્ષધર પર્વત છે. ૭૦ માં સમવાયમાં એકમાસ ૨૦ રાત્રિ વ્યતિત થયા બાદ તથા ૭૦ રાત્રિ અવશેષ રહ્યા બાદ ભગવાન મહાવીરે વર્ષાવાસ કર્યાનું વર્ણન છે. પરંપરાથી વર્ષાવાસનો અર્થ સંવત્સરી કરવામાં આવે છે. ૭૧ માં સમવાયમાં ભગવાન અજિતનાથ તથા ચક્રવર્તી સગર ૭૧ લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહી દીક્ષિત બન્યા. ૭૨ માં સમવાયમાં ભગવાન મહાવીરની ૭૨ વર્ષની તથા ગણધર અચલભ્રાતાનાં ૭૨ વર્ષનાં આયુષ્યને ઉલ્લેખ છે. ૭૩ માં સમાવાયમાં વિજય નામનાં બલદેવ ૭૩ લાખ પૂર્વની સ્થિતિ પૂર્ણ કરીને સિદ્ધ થયા. ૭૪ માં સમવાયમાં ગણધર અગ્નિભૂતિ ૭૪ વર્ષનું આયુષ્ય ભેગવી સિદ્ધ થયા ૭૫ માં સમવાયમાં સુવિધિનાથ ભગાવનના ૭૫૦૦ કેવલી હતા. શીતલનાથ ભગવાન ૭૫ લાખ પૂર્વ અને શાંતિનાથ ભગવાન ૭૫ હજાર વર્ષ ગ્રહવાસમાં રહ્યા. ૭૬ માં સમવાયમાં વિઘતકુમાર આદિ ભવનપતિદેવના ૭૬–૭૬ ભવન બતાવ્યા છે. ૭૭ માં સમવાયમાં સમ્રાટ ભરત ૭૭ લાખ પૂર્વ સુધી કુવારાવસ્થામાં રહ્યા તથા ૭૭ રાજાઓની સાથે એમણે સંયમ માર્ગ ગ્રહણ કર્યો. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy