________________
[ ક ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
ચંદ્ર રાજા થયા, અને વિનય ધરના જીવ ત્રીજે ભવે ક્ષેમપુરમાં ફોમ કર શેઠના ધૂપસાર નામે પુત્ર થયા. જીએ ધૂપપૂજાને પ્રભાવ-પાછલા ભવમાં કરેલી ધૂપપૂજાના પ્રભાવે ધૂપસાર સુગ’ધી શરીરવાળા થયા, એટલે એના શરીરમાંથી બહુજ સુગંધ છૂટવા લાગી. આ વાતની રાજાને ખબર પડી. તેણે પાછલા ભવના દ્વેષથી પસારના શરીર ઉપર અશુચિ પદાર્થ ચાપડાવ્યા. તેા પણ યક્ષ (ના જીવ)ની મદદથી તેના શરીરમાંથી અપૂર્વ સુગંધ નીકળવા લાગી. છેવટે રાજાએ માી માગી. કેવલી ભગવંતની પાસેથી પૂર્વ ભવની મીના જાણુવાની મળી, જેથી ધૂપસારને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટયું. એ દેશનાના પ્રભાવ સમજવા. અહીં રાજાની સાથે અપૂર્વ સંયમની સાધના કરીને ધૂપસાર વ્હેલા ત્રૈવેયક દેવલેાકમાં દેવ થયા. ત્યાંનાં સુખ ભાગવીને મનુષ્ય ભવ પામશે. પછી દેવ થઈને નર ભવ પામી સંયમને આરાધી મેાક્ષ પામશે.
તેમજ દ્રવ્યદીપકની પૂજા કરી, તેથી જિનમંતિ અને ધનશ્રી નામની અને સખીઓએ ઉત્તમ કેવલ જ્ઞાનરૂપી ભાવ દીપકને ચેતાવીને મેાક્ષ સુખ મેળવ્યું. તે ખીના ટુંકામાં આ પ્રમાણે સમજવી:--મેઘપુર નામના નગરમાં સુરદત્ત નામે શેઠ રહેતા હતા, તેમને શીલવતી નામે સ્ત્રી હતી. બ ંનેને સમ્યગ્દષ્ટિ જિનમતિ નામે પુત્રી હતી, તેને ધનશ્રી નામે મિથ્યાષ્ટિ સખી (વ્હેનપણી) હતી. જિનમતિ હુ ંમેશાં જિનમદિરમાં પૂજાના પ્રસંગે ઉલ્લાસથી દીપક કરતી હતી. આ જોઈને ધનશ્રીએ પૂછ્યું કે-આમ કરવાથી શો લાભ થાય ? તેના જવાબમાં જિનમતિએ જણુાવ્યું કે-દેવતાઇ સુખ અને છેવટે મેક્ષપદ મળે. પવિત્ર આગમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org