________________
શ્રી ધર્મજાગરિકા
[ ૬૧] બળી રહે, ત્યાં સુધી મારે પ્રાણાંત કચ્ચે પણ અહીંથી ખસવું નહિ. આ પ્રસંગે યક્ષે ભયંકર સર્પનું રૂપ કરીને આકરા ઉપસર્ગો કર્યા, તે પણ તે તલભાર પણ ચલિત થયે (ડો) નહિ. છેવટે યક્ષે પ્રસન્ન થઈને સપના ઝેરને ઉતારનારું એક રત્ન આપ્યું. જણાવવું જરૂરી છે કે-આ કંચનપુરનો રત્નરથ નામે રાજા હતા, તેને ભાનુમતી નામની પુત્રી હતી, સર્પ કરડવાથી “મરી ગઈ એમ જાણીને રાજા વગેરે તે કુંવરીને ચિતામાં સુવાડી બાળવાની તૈયારી કરતા હતા, તેટલામાં વિનયધરે આવીને રત્નના પ્રભાવે તેને (કુંવરી) સાવધાન કરી. ત્યાર બાદ પ્રસન્ન થયેલા યક્ષના કહેવાથી રાજાને વિનયંધરની પૂરી ઓળખાણ મળી, જેથી તેની સાથે ભાનુમતીને પરણાવી, તેમજ રાજાએ બીજી પણ પુષ્કળ ઋદ્ધિ આપી. મારા પિતાએ મને નાની ઉંમરમાં ઘણું દુઃખ આપ્યું, એમ ચક્ષના કહેવાથી વિનયંધરે જાણ્યું, જેથી પિતાની ઉપર ચઢાઈ કરી. આ વખતે યક્ષે વજેસિંહને જણાવ્યું કે–આ વિનયંધર તમારો પુત્ર છે જેને તમે અરણ્યમાં મૂકાવી દીધો હતો. આથી યુદ્ધ શાંત થયું. પિતાએ ગેરવ્યાજબી કામ કર્યું તેને પશ્ચાત્તાપ કરીને વિનયંધરને દિક્ષા લેવાને વિચાર જણાવ્યો. ત્યાં તો વિનયંધરે પણ સંયમ લેવાની ઈચ્છા દર્શાવી, જેથી વિમલકુંવરને રાજ્ય સૅપી બંને જણાએ ઉલ્લાસથી શ્રી વિજયસૂરિ મહારાજની પાસે દીક્ષા લીધી. યથાર્થ આરાધના કરીને બંને મુનિવરે ચોથા મહેન્દ્ર દેવલોકમાં દેવ થયા. અહીં વિનયંધરના સાત ભવ સમજવાના છે. તેમાં ૧-વિનયંધર. ૨મહેન્દ્ર દેવ. એમ બે ભવ થયા. પાંચ બાકી રહ્યા તે આ પ્રમાણે-વજસિંહનો જીવ દેવકથી ચવીને ક્ષેમપુરને પૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org