________________
[૬૦]
શ્રી વિજયપધસૂરિજી કૃત
નામના નગરમાં વજેસિંહ રાજા હતા, તેને કમળા અને વિમલા એ નામની બે રાણીઓ હતી. કમલા રાણીને કમલ નામે અને વિમલા રાણીને વિમલ નામે પુત્ર હતે. વિમલા રાણુંને પક્ષ લઈને નિમિત્તિયાએ “રાજ્યપદને ગ્ય કેણું થશે? ” આ (રાજાએ પૂછેલા ) પ્રશ્નના જવાબમાં કહ્યું કે “વિમલ કુમાર સર્વગુણ સંપન્ન છે, તેને રાજ્ય પર્વ ઉચિત છે. કમલ કુમારને રાજા બનાવશો, તો તમારા રાજ્યને નાશ થશે.” આથી દશ દિવસના બાલક કમલકુમારને નોકરેની મારફત ભયંકર અટવીમાં મૂકાવી દીધા. ત્યાંથી માંસનો પિંડ જાણીને ભારંડ પક્ષીએ ઉપાડો. તે બીજા ભારંડને જોવામાં આવ્યું. આકાશમાં બંનેની તકરારમાં બાળક નીચે પડશે. તેને કુવામાં પડતાં ત્યાં પહેલાં પડેલા પુરૂષ ઝીલી લીધો. તે બંને સુબંધુ નામે એક સાર્થવાહની મદદથી હાર નીકળ્યા. (બાળકની સાથે કુવામાંથી બહાર નીકળેલા) પુરૂષે સાર્થવાહને બીના જણાવી ને તે બાલક સં. તેણે (કમલ) બાલકનું નામ “વિનયંધર” રાખ્યું. અનુક્રમે સાથેવાહ મુસાફરી કાર્ય પૂરું થતાં પોતાના કંચનપુર નગરમાં આવ્યો. અહીં વિનયંધર કાળક્રમે મોટી ઉંમરને થાય છે. એક વખત વિનયંધરે મુનિરાજની દેશનામાં સાંભળ્યું કે“જેઓ કસ્તુરી, ચંદન, અગરૂ અને કપૂર મિશ્રિત ધૂપથી પ્રભુદેવની પૂજા કરે, તેઓને ઈંદ્રાદિક પણ નમસ્કાર કરે છે અને તેઓ સંસાર સાગરને તરી જાય છે.” આથી વિનયંધરે અવસરે પરમ ઉલ્લાસથી ધૂપપૂજા કરી, તેમાં પ્રતિજ્ઞા કરી કે આ ધૂપધાણામાં રહેલે ધૂપ જ્યાં સુધી સર્વથા ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org