________________
શ્રી ધર્મજાગરિકો
[૫૯] પણે સૌધર્મ દેવલોકની દેવતાઈ અદ્ધિ ભગવી. લીલાવતીને ગુણધર નામે ભાઈ હતો. તે પણ બેનના કહેવા પ્રમાણે પ્રભુપૂજા હંમેશાં કરતો હતો, જેના પરિણામે તે પણ ત્યાં જ સૌધર્મ દેવલેકે દેવ થયે. દેવાયુષ્ય પૂરું કરીને લીલાવતીને જીવ દેવકને ત્યાગ કરીને ત્રીજે ભવે સુરપુર નગરના સુરવિક્રમ રાજાની વિનયશ્રી નામે પુત્રી થઈ. અને ગુણધરનો જીવ સ્વર્ગથી ચવીને પદ્મપુર નગરના પારથ રાજાને જય નામે પુત્ર થયો. જુઓ કર્મની વિચિત્રતા. અહીં પૂર્વે જે ભાઈબેન હતા તે દેવગે સ્ત્રી ભર્તાર થાય છે. એટલે જયકુમારનું લગ્ન વિનયશ્રી સાથે થાય છે. નિર્મલાચાર્ય નામના ગુરૂના સમાગમથી આ બાબતની ખાત્રી થાય છે. છેવટે વિનયશ્રી દીક્ષાને સાધીને નિર્વાણપદને પામી. પર.
આ ગાથામાં ધૂપપૂજા તથા દીપક પૂજા વડે મોક્ષ મેળવનારના દષ્ટાંન્ત કહે છે – સાતમે ભવ સિદ્ધિ વિનયંધર ધૂપથી, પામે જવાથી જ્યાં મરણજન્માદિને ભય જ નથી; જિનમતિ ને ધનસિરિ સખિ દ્રવ્ય દીપક પૂજને, વર ભાવ દીપ જગાવતી તિમ સાધતીશિવ શર્મને. પ૩
અર્થ:–રાજા વિનયંધરે પ્રભુદેવની ઉલ્લાસથી ધૂપ પૂજા કરી હતી. તેના પ્રભાવે તે સાતમે ભવે જ્યાં જન્મ મરણદિને લગાર પણ ભય નથી એવા પરમપદ મેક્ષને પામ્યા. તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી:–પિતનપુર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org