________________
શ્રી ધર્મજાગચ્છિા
[૬૩] સ્પષ્ટ જાહેર કરે છે કે-“દીપપૂજાના પ્રભાવે બુદ્ધિ વધે, અખંડ દેહ મળે, શરીરની કાંતિ ચળકે, રોગાદિ કષ્ટ ટળે, અને અનર્ગલ સંપદા મળે, પાપરૂપ પતંગીયાને જરૂર નાશ થાય” સખીનાં આ વચન સાંભળીને ધનશ્રી તે પ્રમાણે હંમેશાં ત્રિકાલ દીપક પૂજા કરવા લાગી. જિનમતિની ઉત્તમ સોબત મળી, તેથી છેવટે અનશન અંગીકાર કરીને સમાધિ મરણ સાધીને દીપક પૂજાના પ્રભાવે સૌધર્મ દેવલમાં દિવ્યરૂપાદિ અદ્ધિવાળી દેવી થઈ. હંમેશના નિયમ મુજબ અપૂર્વ ઉલ્લાસથી જિનમતિ પૂજાને ટાઈમે કાયમ ત્રિકાલ દીપક પૂજા કરતી હતી. તે ધર્મમય સાત્ત્વિક જીવન ગુજારીને છેવટે જ્યાં ધનથી ઉપજી હતી ત્યાં જ મહાધક દેવી થઈ.
બંને દેવીઓએ અહીં મેઘપુરમાં શ્રી કષભદેવનું ભવ્ય વિશાલ મંદિર બનાવીને ઉપરના ભાગે કળશ સ્થાપીને ત્યાં રત્નદીપક મૂક્યું. એ દીપકપૂજાને પૂર્વને સંસ્કાર સમજે. ધનશ્રી સ્વર્ગમાંથી અવીને હેમપુરના મકરધ્વજ રાજાની કનકમાલા નામે રાણી થઈ. ધ્યાનમાં રાખવું કે જિનમતીને જીવ હજુ દેવલેકમાં દેવીપણે છે. તે દેવી રાતના પાછલે પહેરે કનમાલાને પ્રતિબંધ કરવાની ખાતરી કહેવા લાગી કે-હે રાણું યાદ રાખજે કે–તેં પાછલા ભવે પ્રભુની દીપક પૂજા કરી તેથી તને આ વિશાલ રાજ્ય અદ્ધિ મળી છે, એમ વારંવાર કહેવા લાગી. તે પણ રાણીને નિર્ણય થતો નથી કે આ કોણ કહે છે. છેવટે કેવલી મહારાજાની પાસેથી આ બાબતનો નિર્ણય થાય છે. દેશની સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન પામી જૈન ધર્મ અંગીકાર કરે છે. જિનમતિ દેવીએ આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org