________________
શ્રી ધર્મજાગરિકા
[૫૫]
પવિત્રજ હોય છે. શીલ ધર્મને ટકાવવા માટે સ્નાનનો નિષેધ છે. અહીં શુભ મતિએ મુનિના શરીરની દુર્ગછા કરી પાપકર્મ ઉપાર્જન કર્યું. (તે કર્મ આગળ મદનાવલિના ભાવમાં ભેગવે છે) ભક્તિભાવે રાજા અને રાણીએ મુનિના શરીર ઉપર મળ પ્રાસુક જળથી દૂર કર્યો અને સુગંધિ પદાર્થો ચેપડ્યા. ત્યાંથી બંને આગળ બીજા તીર્થોની યાત્રા કરવા ગયા. અહીં મુનિના શરીર ઉપરની સુગંધને ગંધ લેવા ઘણાં ભમરાઓ ચૂંટે છે, અને ચટકા મારે છે જેથી મુનિ તીવ્ર વેદના ભેગવે છે, તો પણ સદ્ધયાનથી લગાર પણ ચલાયમાન થતા નથી. તીર્થયાત્રા કરીને પાછા ફરતી વખતે બંને અહીં આવી જુએ છે તે જણાય છે કે ભમરાઓ મુનિને હેરાન કરી રહ્યા છે. રાજાએ તમામ ભમરાઓ ઉડાડી મૂક્યા. આ તીવ્ર વેદના સહન કરવાથી મુનિને કેવલજ્ઞાન થયું. મુનિરાજે દેશના દેતાં જણાવ્યું કે-મુનિરાજના મલિન શરીરની દુર્ગછા ન કરવી જોઈએ. તેમ કરે છે તે કર્મના ઉદયે દુર્ગછા કરનાર જીવની ભવોભવ બીજાઓ દુર્ગછા કરે છે. જે પાપરૂપ મેલથી મલિન હાય, તે જ ખરે મલિન કહેવાય. આ વચન સાંભળીને રાણું શુભમતિએ દુર્ગછા કરેલી તેની માફી માગી. વારંવાર મુનિને નમીને તે અપરાધ ખમાવવા લાગી. મુનિરાજે રાણીને કહ્યું કે તમે આ ખરા દીલથી પશ્ચાત્તાપ કર્યો, તેથી ઘણું પાપ નાશ પામ્યું, તો પણ એક ભવમાં ભેળવી શકાય એટલું પાપકર્મ (ભેગવવાનું) બાકી રહ્યું છે. પૂર્ણ ઉલ્લાસથી શ્રી જેનેન્દ્ર ધર્મની આરાધના કરી માનવ જન્મને સફલ કરે. આવી દેશના સાંભળીને તથા વંદન કરી બંને જણ સ્વસ્થાને આવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org