________________
પ૪]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત થયું, તેથી તેમને ખાત્રી થઈ કે ગુરૂએ કહેલી બીના તદ્દન સાચી છે. કુંભશ્રીએ તે દુઃખી સ્ત્રીના માથે હાથ ફેરવીને મસ્તકને વ્યાધિ દૂર કર્યો. જલપૂજાને પ્રભાવ જાણી કુંભશ્રી કુંવરી પ્રભુપૂજા વિશેષે કરવા લાગી. છેવટે સમાધિમરણ પામી ઈશાન દેવલોકે ગઈ. ત્યાં દેવતાઈ સુખ ભેગવીને મનુષ્ય ભવ પામશે. ત્યાંથી આગળ ચેાથે ભવે દેવ થશે, અને પાંચમે ભવે મુક્તિ પદ પામશે.
તથા ચંદનપૂજાના પ્રભાવે જયસૂરરાજા અને શુભમતિ રાણું અનંત સુખમય મુક્તિપદ પામ્યા. તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી:-રાજા જયસૂર વૈતાઢય ગિરિની ઉપર દક્ષિણશ્રેણિમાં ગજપુર નગરના વિદ્યાધર રાજા હતા, તેમને શુભમતિ નામે રાણી હતી. એક વખત ત્રીજા દેવલેકમાંથી ચવીને એક સમ્યગ્દષ્ટિ દેવ તેના ગર્ભમાં આવ્યું. ઉત્તમ ગર્ભના પ્રભાવે રાણીને દેહલે થે કે “રાજાજીની સાથે અષ્ટાપદ તીર્થે જઈ પ્રભુદેવની પૂજા કરું.” આ બીના રાણએ રાજાને કહી, જેથી બંને જણે વિમાનમાં બેસીને અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. અહીં રાણીએ શ્રીજિનેશ્વર પ્રભુની પરમેલ્લાસથી પૂજા કરી અને ચંદનપૂજા ઠાઠમાઠથી સવિસ્તર કરી. પછી નીચે ઉતરતાં એક દિશામાંથી દુર્ગધ આવી. તપાસ કરતાં ખાત્રી થઈ કે મુનિરાજ કાઉસ્સગ ધ્યાને આતાપના લઈ રહ્યા છે. તેમના શરીરમાંથી પરસેવાની દુર્ગધ આવે છે. રાણીએ રાજાને પૂછયું કે મુનિઓ આવી દુર્ગધ દૂર કરવા માટે પ્રાસુક જળથી ન્હાય છે તેમાં શું વાંધે? જવાબમાં રાજાએ કહ્યું કે સંયમરૂપ જળથી મુનિવરે ન્હાય છે તેથી તેઓ કાયમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org