________________
શ્રી ધર્મજાગરિકા
[૫૩]
આકારે ઉંચો માંસપિંડ નીકળ્યો હતો. આ સ્થિતિમાં પણ તે રેગાદિની પીડાથી ઘણીજ હેરાન થતી હતી. તે જ્યારે નજીકમાં આવી, ત્યારે રાજાએ આચાર્ય મહારાજને પૂછ્યું કે આ રાક્ષસી જેવી ભયજનક સ્ત્રી કેણ છે? જવાબમાં જણાવ્યું કે-(એ) તારા નગરમાં જે વેદત્ત નામે દરિદ્રી ગૃહસ્થ રહે છે, તેની એ પુત્રી થાય. આને જન્મ થયો કે તરતજ તેના માતાપિતા મરણ પામ્યાં. ઘણી જ દુ:ખી હાલતમાં આ સ્ત્રી પિતાનું જીવન ગુજારે છે. આ સાંભળી રાજાને કર્મની વિચિત્રતાને બરાબર ખ્યાલ આવ્યું. અવસરે તે દુઃખી સ્ત્રીએ ગુરૂને પૂછ્યું કે હે ભગવન્! મેં પાછલા ભવમાં એવું શું પાપકર્મ બાંધ્યું હતું કે જેના ઉદયે હું આવી દુઃખમય સ્થિતિ પામી. જવાબમાં ગુરૂ મહારાજે કહ્યું કે તું પાછલા ભવમાં સોમા નામની બ્રાહ્મણ હતી, તે વખતે તારા પુત્રની સ્ત્રીએ શ્રીજિનેશ્વર દેવની જલપૂજા કરી, તે ઉપર તે દ્વેષ કર્યો, તેથી ભયંકર નિબિડ પાપકર્મ બાંધ્યું, જેના પરિણામે તું આવાં ભયંકર દુઃખ ભેગવે છે. ઘણું પાપકર્મ ભેગવાઈ ગયું છે. સોમશ્રી જલપૂજાના પ્રભાવે કુંભશ્રી નામે રાજકુંવરી થઈ, તે તેના પિતાની સાથે અહીં બેઠી છે. આ બીના સાંભળીને કુંભશ્રી ઘણું રાજી થઈ. તે રાજકુંવરીએ કુંભારની બીના પૂછી, તેના જવાબમાં કહ્યું કે તારી જલપૂજાની અનમેદના કરી, તેના પ્રભાવે તે મરીને (આ તારે પિતા) શ્રીધર નામે રાજા થયે. આ સાંભળીને રાજા પણ ઘણે ખૂશી થયો. પૂર્વે કરેલા સુકૃત દુષ્કૃતને વિશેષ વિચાર કરતાં ત્રણે (રાજા-કુંવરી-દુઃખી સ્ત્રી) જણને જાતિસ્મરણ જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org