________________
[ પર ]
શ્રી વિજયપદ્વરિજી કૃત
આ પ્રમાણે કુંભારે જલપૂજાની અનુમોદના કરી. ધ્યાન રાખવું કે અપેક્ષાએ અનુમોદના પણ સંસાર સાગર તરી જ વગેરે વિશિષ્ટ ફલ દેવા સમર્થ નીવડે છે. (આ વાત અહીં જ આગળ સ્પષ્ટ સમજાશે.) આ અનમેદના કરવાથી કુંભારે મહા પુણ્યાનુબંધિ પુણ્યને બંધ કર્યો. ત્યાર બાદ કુંભારે કહ્યું કે હું તને બીજે ઘડે આપું છું, તે લઈ જા. મૂલ્ય દેવાની જરૂર નથી. બેનનું કંકણ લેવાય નહિ. સમશ્રીએ અહીંથી ઘડે લઈ તેમાં પાણી ભરીને ઘેર જઈ સાસુને આ છે. આથી તેમને ક્રોધાગ્નિ શાંત થયે, અને પશ્ચાત્તાપ કરવા લાગી. પણ સમશ્રીએ કરેલી જિનરાજની જલપૂજા સાંભળીને દ્વેષ કર્યો. તેથી સોમાને આગલા એક ભવમાં જોગવી શકાય, એવા તીવ્ર પાપકર્મને બંધ તે (પશ્ચાત્તાપ કર્યા) પહેલાં જ પડી ચૂક્યું હતું. જલપૂજાની અનુમોદના કરનાર કુંભાર (ના જીવ) કુંભપુર નગરમાં શ્રીધર નામે રાજા થયો. તેને શ્રીદેવી નામે રાણી હતી. સેમશ્રી મરણ પામીને જલપૂજાના પ્રભાવે આ શ્રીધર રાજાની કુંભશ્રી નામે પુત્રી થઈ. અપૂર્વ રાજ્ય વૈભવને ભેગવવા લાગી. એક વખત અહીં ચાર જ્ઞાનવાળા શ્રી વિજયસેનસૂરિજી મહારાજ પધાર્યા. રાજા શ્રીધરને આ વાતની ખબર પડી. જેથી કુંભશ્રી કુંવરી વગેરે પરિવારને સાથે લઈને તે પગે ચાલતાં શ્રીગુરૂ મહારાજને વંદન કરવા નીકળ્યા. ગુરૂ પાસે આવીને ત્રણ પ્રદક્ષિણા દઈને સર્વે ઉચિત સ્થાને બેઠા. અહીં રાજા એક સ્ત્રીને જુએ છે. તેનું શરીર બહુ જ મળથી ભરેલું અને ધૂળથી ખરડાયેલું હતું. તેના માથાની ઉપરના ભાગમાં રસોળીની જે ઘડાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org