________________
શ્રી ધર્મજાગરિક
[૫૧]
મુનિવરની પવિત્ર દેશના આ પ્રમાણે સાંભળી કે “જે ભવ્ય જીવ નિર્મલ પાણીનો ઘડો ભરીને ઉલ્લાસથી શ્રી વિતરાગ દેવની આગળ સ્થાપન કરે તે જરૂર મેક્ષપદ પામે.” આ દેશના સાંભળીને સમશ્રીએ તે જલનો ભરેલો ઘડે જિનમંદિરમાં જઈને પ્રભુની પાસે મૂક્ય, ને બંને હાથ જોડી ભક્તિ ભાવથી બેલી કે “હે પ્રભે! હું અણસમજુ છું તેથી આપની સ્તુતિ કઈ રીતે કરું? આ જલને ઘડે ચડાવવાથી જે પુણ્ય (લાભ) થતું હોય, તે મને મળજે. ” સાથેની બીજી સ્ત્રીઓએ (સોમશ્રી ઘેર આવ્યા પહેલાં) આ બીના તેની સાસુને જણાવી દીધી. જ્યારે પાછળથી સમશ્રી ઘેર આવી ત્યારે કોધથી ધમધમીને સોમાએ કહ્યું કે-હે દુષ્ટા ! હું તને ઘડા વગર ઘરમાં નહિ પેસવા દઉં. અરે ભલી ! હજુ પિતૃએને તર્પણ કરવાનું અને અગ્નિને તૃપ્ત કરવાનું તથા બ્રાહ્મણને દાન દેવાનું કામ બાકી છે, તે પહેલાં પાને ઘડે જિનમંદિરમાં કેમ મૂકી આવી? સાસુના ક્રોધ ભરેલાં આ વચન સાંભળીને સમશ્રી રઈ ગઈ. તે રેતી રેતી ઘડા લેવા માટે એક કુંભારને ત્યાં ગઈ. તેણે કુંભારને કહ્યું કે- હે ભાઈ ! આ કંકણના બદલામાં તું મને એક ઘડે આપ. કુંભારે કહ્યું કે–તું રેતી રેતી ઘડે કેમ માગે છે? ત્યારે સોમશ્રીએ તમામ બીના કુંભારને જણાવી. કુંભારે રાજી થઈને કહ્યું કે–હે બેન ! તું મહાભાગ્યશાળી છું કે જેણએ ઉત્તમ ભાવથી શ્રી જિનેશ્વર દેવની જલપૂજા કરી. મને ખાત્રી છે કે તું થોડા ભવમાં નિર્વાણ પદ પામીશ. કારણ કે પ્રભુપૂજા એ આત્મ કલ્યાણ કરવાના સાધનેમાં મુખ્ય સાધન કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org