________________
શ્રી ધર્મજાગરિકા
[૪૯] પૂજકાલે એ બંને રીતે દશમા વ્રતની આંશિક આરાધના થાય છે. ૧૧–પ્રભુદેવની પૂજા કરતી વખતે આહાર અબ્રહ્મ (મૈથુન) વગેરેનો નિષેધ તે હોય જ છે. આથી અગીઆરમા વ્રતની આંશિક આરાધના થાય છે. (૧૨) જ્યારે અંગપૂજા કરીને ઉત્તમ શ્રાવકે અગ્રપૂજા કરે છે તે વખતે પ્રભુની આગળ નૈવેદ્ય વગેરે મૂકે છે. આ રત્નપાત્રને દાન દીધું કહેવાય. એમ બારમા અતિથિ સંવિભાગ નામના વતની પણ દેશથી આરાધના થાય છે. આ મહાલાભદાયક પૂજન કાળ છે એમ સમજીને ઉત્તમ ભવ્ય શ્રાવકે એ જરૂર ત્રિકાલ પૂજા કરીને માનવ ભવને સફલ કરવો. ૫૦.
હવે વાદી પ્રભુપૂજામાં હિંસાદિ દેશે બતાવે છે તેને જવાબ આ પ્રમાણે દેવે – કુપના દૃષ્ટાંતથી નિર્દોષ પૂજા પ્રવચને, જિમ મેલ શ્રમ તરસાળે જલથી તથા પ્રભુ પૂજને સંસાર સાગર ચુલુ કરે પ્રભુદેવ સાત્ત્વિક પૂજના, છેદ સૂત્ર મહા નિશીથે કહી ત્રિકાલે પૂજના. પ૧
અર્થ –કૂવાના દષ્ટાન્તથી (ઉદાહરણથી) પ્રવચનમાં (સિદ્ધાન્તમાં) પૂજાને નિર્દોષ (નિરવદ્ય) કહી છે. જેમ કૂવાના. પાણીથી ખોદતાં લાગેલ શરીરનાં મેલ-ધૂળ જાય છે. શ્રમથાક ઉતરે છે અને તરસ દૂર થાય છે, તેમજ પ્રભુ પૂજન કરવાથી આત્માને કર્મરૂપી મેલ નાશ પામે છે. સંસારમાં રખડવારૂપી થાક ઓછો થઈ જાય છે. તેમજ પૌદ્ગલિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org