________________
[ ૬૭૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત ૨૧-સમ્યકત્વને શિથીલ કરે એવા બીજા ધર્મના પુસ્તકે તથા ગાર કષાયાદિને પોષનારા પુસ્તકે છાપાં, લેખ વિગેરે વાંચવા નહિ, તેમ સાંભળવા નહિ.
૨૨–બરફ, કરા, આઈસ્ક્રીમ વિગેરે તથા જેમાં બરફ નાખેલ હોય તેવી ચીજ, સોડા વિગેરે પ્રવાહી પદાર્થો, બિસ્કુટ, ધર્મને બાધ કરનારી વિલાયતી દવાઓ ખાવાના કામમાં કે પીવામાં લેવી નહિ. માંદગી આદિ ખાસ કારણે તથા ભયંકર રેગાદિ કારણે બાહ્ય ઉપચારને માટે વિચાર કરીને જયણું રખાય. કવીનાઈન, વિલાયતી, એરંડિયુ વિગેરે જરૂરી પદાર્થોમાં વિચાર કરીને જરૂરી જયણા.
૨૩–બજારમાં વેચાતા, જનાવર વિગેરેના આકારના ખાંડના રમકડા, હલવા વિગેરે ધર્મ બાધક ચીજોને ત્યાગ કરે. તેમજ કેફી ચીજ, સરબત, તમાકુ, બીડી, છેકે, સીગારેટ વિગેરેને ત્યાગ કરે. આવા પદાર્થો વાપરવાથી, ધાર્મિક જીવન બગડે છે. અહીં જાયફળ વિગેરેને માટે વિચારીને જરૂરી જ્યણા રખાય.
૨૪–આદ્ર નક્ષત્ર બેઠા પછી કેરીને ત્યાગ કરવો તથા દર મહિને ૫-૧૦ કે ૧૨ તિથિમાં તથા ચમાસી, પર્યુષણ, નવપદ, ઓળી, વિગેરે મહા પર્વોના દિવસોમાં અનુકૂલતા પ્રમાણે લીલેરી વિગેરેને ત્યાગ કરે તથા શક્તિ પ્રમાણે તપશ્ચર્યા કરવી. માંદગી, મુસાફરી, (સંવત્સરીની પછીની) ભાદરવા સુદ ૫ વિગેરેમાં કારણિક જયણ રખાય.
૨૫–આદ્ધ બેસે ત્યારથી માંડીને કારતક સુદ ૧૫ સુધી કાચી ખાંડ મેરસ તથા તેની ચીજ વાપરવી નહિ, સાકર વપરાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org