________________
શ્રી દેશવિરતિ જીવન
[૬૬૧ ] ત્યાં તે પધાર્યા. રથકારે મુનિને જોઈને વિચાર્યું કે, બહુ જ સારું થયું કે મુનિરાજ અત્યારે પધાર્યા. આવો વિચાર કરીને
જ્યારે રથકાર મુનિને હેરાવે છે અને મુનિ તે આહાર લઈ રહ્યા છે ત્યારે આ બનાવ જોઈને પડખે ઉભેલા હરિણે રથકારના દાનની અનુમોદના કરી કે ધન્ય છે આ રથકારને કે, જે આવું ઉત્તમ સુપાત્ર દાન દે છે. હું જે મનુષ્ય ભવ પામું તે આ લાભ જરૂર લઉં. આજ ટાઈમે ત્રણેનું આયુષ્ય પૂરું થાય છે, જેથી ત્રણે જણે પાંચમાં બ્રહ્મદેવલોકની દેવતાઈ ઋદ્ધિ પામ્યા. આથી સાબીત થયું કે દાન એ દાયકાદિ ત્રણેને તરે છે. તેથી દાનાદિ ધર્મમાં પ્રથમ દાન કહ્યું એ વ્યાજબી છે. બાકીની બીના શ્રી શ્રાવક ધર્મ જાગરિકા અને દુર્લભ પંચકાદિમાંથી જોઈ લેવી.
છે આ વ્રતના પાંચ અતિચારે જાણીને ટાળવા
તે આ પ્રમાણે છે
- ૧-જે ચીજ સાધુને દઈ શકાય એવી હેય, તે ચીજને નહિ દેવાની બુદ્ધિએ” અથવા અજાણપણું વિગેરે કારણથી સચિત્ત પદાર્થની ઉપર મૂકાય, તો સચિત્ત નિક્ષેપ નામને અતિચાર લાગે, એમ સમજીને શ્રાવકે તેમ કરવું નહિ.
- ૨-સચિત્તપિધાન નામને અતિચાર એટલે ઉપર જણાવ્યા મુજબ દેવા લાયક ચીજને અજાણપણું વિગેરે કારણને લઈને સચિત્ત પદાર્થ વડે ઢાંકવી નહિ, કારણકે તેમ કરતાં આ બીજે અતિચાર લાગે, માટે તેમ કરવું નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org