________________
[ ૬૬૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત લોકમાં ફેલાઈ જેથી તેના પતિએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. વનમાં દુ:ખે દિવસ ગાળવા લાગી. અનુક્રમે દાવાનલથી બળીને છઠ્ઠી નરકે ગઈ. તે પછી પણ ખરાબ તિર્યંચ વિગેરેના ભવ પામીને બબ્બેવાર સાતમી નરકમાં ગઈ. તેને ખરાબ દાન દેવાનું પાપ અનંતા ભ સુધી ભેગવવું પડયું. છેવટે પુણ્ય યોગે એજ નાગશ્રી દ્રૌપદી નામે પાંડેની સ્ત્રી થાય છે. વધારે બીના જ્ઞાતા સૂત્રમાં જણાવી છે.
૧૫—ધર્મના દાન વિગેરે ચાર ભેદેમાં શરૂઆતમાં દાન કહ્યું એનું કારણ એ કે (દાનના) લેનાર દેનાર અને અનુમેદના કરનાર એમ ત્રણેને તારનારૂં દાન છે. જુઓ આ બાબત સચોટ સમજાવવા માટે એક નાનકડું દષ્ટાંત–
- ભવ્ય રૂપવંત અને મહા તપસ્વી મુનિરાજશ્રી બલભદ્રજી જંગલમાં આકરી તપશ્ચર્યા કરી જ્યારે પારણાના પ્રસંગે તંગિકગિરિની પાસેના નગરમાં ગેરરી લેવા આવ્યા, ત્યારે કૂવાના કાંઠે પાણી ભરવા આવેલી સ્ત્રીઓ આ તેજસ્વી મહાત્માને જેવા લાગી. જેવામાં ધ્યાન હોવાથી એક સ્ત્રી પાણી ભરવા માટે દેરડાને ગાળે ઘડામાં નાંખવાને બદલે પિતાના છોકરાના ગળામાં નાંખવા લાગી. પિતાના નિમિત્તે આ અનર્થ થવા પાપે, એમ વિચારીને બલભદ્રજીએ આ અભિગ્રહ કર્યો કે “જંગલમાં જે નિર્દોષ ગોચરી મળે, તેથી નિર્વાહ કરે એ ઠીક લાગે છે પણ અહીં આવવું વ્યાજબી નથી. ત્યારથી તેઓ તે પ્રમાણે કરવા લાગ્યા. એક વખત હરિણના સંકેત પ્રમાણે જ્યાં રથકાર જમવાની તૈયારી કરતા હતા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org